Free Obesity Clinics in Gujarat: પાતળા થવા માટે હવે પૈસા ખર્ચવાની જરૂર નથી: ગુજરાતમાં શરૂ થયાં ફ્રી ઓબેસિટી ક્લિનિક, તપાસ પછી ડાયટ પ્લાન આપવામાં આવે છે

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Free Obesity Clinics in Gujarat: જો તમે પાતળા થવા માટે ખાનગી ડૉક્ટરો પાસે જઈને હજારો રૂપિયાની ફી ખર્ચતા હતા, તો હવે તમારે એવી કોઈક ખર્ચ કરવાની જરૂર નહીં પડે. ગુજરાતમાં હવે સરકારી હોસ્પિટલોમાં ફ્રી ઓબેસિટી ક્લિનિક્સ શરૂ થઈ ગઈ છે, જ્યાં આ સારવાર મફતમાં આપવામાં આવી રહી છે. રાજ્યના ત્રણ શહેરોમાં આ ક્લિનિક્સ શરૂ કરાયા છે, અને ઘણા નાગરિકો તેનો લાભ લઇ રહ્યા છે.

પોરબંદર, ગાંધીનગર અને અમદાવાદમાં ઓબેસિટી ક્લિનિક

- Advertisement -

ગુજરાતમાં પહેલું સરકારી ઓબેસિટી ક્લિનિક પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં 1 માર્ચ 2025ના રોજ શરૂ કરાયું હતું. ત્યારબાદ, 3 મે 2025ના રોજ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં અને 10 મે 2025ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓબેસિટી ક્લિનિક્સ શરૂ કરાયા હતા. આ આયોજન પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે કરાયેલા આહ્વાનનો સીધો ફાયદો જોવા મળ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી, અને પરિણામે પોરબંદરનો ઓબેસિટી ક્લિનિક શરૂ થયો.

તમામ સેવા મફત – કેસથી લઈને તપાસ સુધી

- Advertisement -

આ ઓબેસિટી ક્લિનિક્સ સરકારી હોવાથી એમાં કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. કેસથી લઈને તપાસ, તમામ સેવાઓ મફતમાં આપવામાં આવે છે. ઓબેસિટી ક્લિનિકમાં સામાન્ય રીતે એક ડૉક્ટર, ડાયટિશિયન અને અન્ય સહાયક સ્ટાફ હોય છે.

ક્લિનિક્સમાં પહોંચેલા દર્દીઓની માહિતી:

- Advertisement -

પોરબંદર: દરરોજ 4 પેશન્ટો આવે છે, અને 30 એપ્રિલ સુધીમાં 387 પેશન્ટે અહીં સારવાર લીધી છે.

ગાંધીનગર: દરરોજ સરેરાશ 27 પેશન્ટો આવે છે, અને અત્યારસુધીમાં 974 દર્દીઓએ અહીંથી સારવાર લીધી છે.

અમદાવાદ: દરરોજ 40 પેશન્ટો આવે છે, અને 1200થી વધુ દર્દીઓએ અહીં સારવાર લીધી છે.

કેસ પ્રક્રિયા:

જો કોઈ દર્દી ઓબેસિટી ક્લિનિકમાં આવે છે, તો પહેલા તેનું વજન, ઊંચાઈ અને બી.એમ.આઈ. (BMI) માપવામાં આવે છે. પછી, દર્દીને ડૉક્ટર અને ડાયટિશિયન સાથે કન્સલ્ટેશન આપવામાં આવે છે, જ્યાં તેને યોગ્ય ડાયટ અને કસરત માટે સૂચનો આપવામાં આવે છે.

સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો પણ ઓબેસિટી ક્લિનિકમાં જોડાવાનો ટ્રેન્ડ

ગાંધીનગર સિવિલના ઓબેસિટી ક્લિનિકમાં હવે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પણ આવી રહ્યા છે. આ લોકો જેને પીડા, શ્વાસની તકલીફ, બલડપ્રેશર વગેરે હોય છે, વજન ઘટાડવા માટે આવી રહ્યાં છે.

અલગ-અલગ પેશન્ટ માટે અલગ ડાયટ પ્લાન

આ ક્લિનિકમાં આવતા પેશન્ટ માટે ડાયટ અને લાઇફસ્ટાઇલ સુધારણા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તેમની રોજિંદી લાઈફ સ્ટાઇલ કાર્યો અને પેશન્ટની સ્થિતિ મુજબ ડાયટ પ્લાન બનાવવામાં આવે છે.

Share This Article