Gujarat High Court: GPFનો લાભ માત્ર 1982 પછીની સેવા માટે, તે પહેલાં માટે નહીં! ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Arati Parmar
3 Min Read

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે રાજયના હજારો નિવૃત્ત સરકારી કર્મચારીઓને અસર કરતાં અને બહુ મોટા ઐતિહાસિક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, જનરલ પ્રોવિડન્ટ ફંડ(GPF)ના લાભો માત્ર પહેલી એપ્રિલ 1982 પછીની નોકરીની સેવાના સમયગાળા માટે જ લાગુ પડશે. એટલે કે, સરકારે લાગુ કરેલી યોજના મુજબ જ જીપીએફના લાભો પહેલી એપ્રિલ 1982 પછીની સેવા માટે જ મળી શકે, તે પહેલાંના સમયગાળા માટે નહી. જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે નિવૃત્ત  કર્મચારીઓને તેમની મૂળ ભરતી(નિમણૂંક) તારીખથી જીપીએફના લાભો આપવા અંગેના સીંગલ જજના હુકમને અયોગ્ય અને રદબાતલ ઠરાવ્યો હતો. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે રાજ્ય સરકારના હજારો નિવૃત્ત કર્મચારીઓને અસર થશે.

Share This Article