JCB Demolish Water Tank: અમદાવાદમાં 10 માળ ઊંચી પાણીની ટાંકી પર ચાલ્યું JCB, વીડિયો જોઈ લોકો બોલ્યા – ‘હવે નીચે ઉતરશે કેવી રીતે?’

Arati Parmar
2 Min Read

JCB Demolish Water Tankનો અદ્દભુત કિસ્સો ગુજરાતના અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં આશરે 60 ફૂટ ઊંચી અને 10 માળ જેટલી પાણીની ટાંકી તોડવા માટે સીધું JCB મશીન ટોચ સુધી પહોંચાડવામાં આવ્યું. આ જોખમી કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને JCB ડ્રાઈવરની હિંમતને સલામ કરી રહ્યા છે.

કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ માટે કાર્યવાહી

- Advertisement -

આ ઘટના અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન નજીકની છે, જ્યાં સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી ચાલી રહ્યો છે. આ વિસ્તારને વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ સાથે વિકસાવવા માટે 75 વર્ષ જૂની અને લાંબા સમયથી બિનઉપયોગી રહીેલી પાણીની ટાંકી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ક્રનની મદદથી ટોચ પર પહોંચ્યું JCB

- Advertisement -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના જણાવ્યા અનુસાર, આ ટાંકીની ઊંચાઈ અને સ્થાનને કારણે તેને તોડવું મોટો પડકાર હતો. પ્રથમ ક્રેનની મદદથી લગભગ 8 ટન વજનનું JCB ટાંકીના ટોચ સુધી પહોંચાડવામાં આવ્યું. ત્યારબાદ બે કર્મચારીઓ સાથે JCB દ્વારા ગોળ ગતિમાં ફરીને ટાંકી તોડી પાડવામાં આવી.

સુરક્ષાના તમામ પગલાં લેવાયા

- Advertisement -

AMCએ સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર ઓપરેશન દરમિયાન તમામ સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. કોઈ દુર્ઘટના થાય તે માટે 1 કરોડ રૂપિયાનું ઈન્શ્યોરન્સ પણ લેવામાં આવ્યું હતું. સદભાગ્યે, કોઈ જાનહાની કે અકસ્માત વગર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો

‘Amazing Amdavad’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર થયેલા ડ્રોન વીડિયોમાં JCB ટાંકીની ટોચ પર કામ કરતું સ્પષ્ટ જોવા મળે છે. વીડિયો સાથે લખાયું – “ડર સામે જીત નહીં, ડર સામે અમદાવાદી JCB ડ્રાઈવર!”

આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.

 

 

Share This Article