Junagadh New Mayor: ગાંધીનગર ખાતે મંગળવારે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં જુનાગઢ મેયર અને 68 નગરપાલિકા પ્રમુખોની નિમણુક અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ આજે નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જુનાગઢ મહા નગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોસિયાની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની પસંદગી કરવામાં આવી તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પલ્લવી ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
બોટાદ નગર પાલિકા
પ્રમુખ: ધર્મિષ્ઠાબેન જોટાણીયા
ઉપપ્રમુખ: નિરુબેન ત્રાસડીયા
કારોબારી ચેરમેન : જયશ્રીબેન
ગઢડા નગરપાલિકા
પ્રમુખ: હિતેશ પટેલ
ઉપપ્રમુખ: સુરેશભાઈ મેર
મહિસાગર જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ જાહેર
લુણાવાડા નગરપાલિકા
પ્રમુખ: ડૉ.કીર્તિ પટેલ
બાલાસિનોર નગરપાલિકા
પ્રમુખ: ગાયત્રીબેન ત્રિવેદી
સંતરામપુર નગરપાલિકા
પ્રમુખ: નિશાબેન મોદી
બીલીમોરા નગરપાલિકા
પ્રમુખ: મનીષ પટેલ
કોડીનાર નગરપાલિકા
પ્રમુખ: આબીદાબેન નકવી
ઉપપ્રમુખ:શીવાભાઈ હમીરભાઇ સોલંકી
કારોબારી ચેરમેન: વિવેક મેર
ચોરવાડ નગરપાલિકા
પ્રમુખ: બેનાબેન ચુડાસમા
નગરપાલિકાના પ્રમુખોની યાદી સતત અપડેટ થઇ રહી છે….

