સુરતના બે વિસ્તારમાંથી 20 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું

Reena Brahmbhatt
1 Min Read

સુરતના વિવિધ વિસ્તારોમાંથી નશીલા પદાર્થોની રિકવરી ચાલુ છે. SOG દ્વારા તાજેતરમાં શહેરના રામપુરા વિસ્તારમાંથી 1 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું MD ડ્રગ્સ ઝડપાયું હતું. હવે ગુરુવારે શહેરના ઉધના દરવાજા અને લાલગેટ વિસ્તારમાંથી બે યુવકો પાસેથી 209 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. નશીલા પદાર્થ સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાંચની ટીમ ગઈકાલે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ઉધના દરવાજા પાસેના રૂસ્તમપુરામાં રહેતો એક યુવાન પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. જ્યારે તેનો પીછો કરી પકડાયો ત્યારે તેની પાસેથી 197 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીનું નામ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ છે અને તેની ઉંમર 22 વર્ષ જણાવવામાં આવી છે.
2 md

- Advertisement -

શહેરના લાલગેટ પોલીસે તાટવાડા મદીના મસ્જિદ વિસ્તારમાં રહેતા યુવકના ઘરે દરોડો પાડી 12 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું.

છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં પોલીસ દ્વારા ડ્રગ્સ ડીલરો સામે ઝુંબેશ ચાલી રહી છે અને રેકોર્ડ સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે.

- Advertisement -
Share This Article