Pallav Flyover Bridge: ટ્રાફિકમાં રાહતનો નવો રસ્તો: પલ્લવ ફલાયઓવર 18 મેના લોકાર્પણ માટે તૈયાર

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Pallav Flyover Bridge: રૂપિયા 116.94 કરોડના ખર્ચે પલ્લવ ચાર રસ્તા જંકશન ઉપર બનાવાયેલો ફલાય ઓવરબ્રિજ તૈયાર કરાયો છે. આ ફલાય ઓવરબ્રિજનુ 18 મેએ લોકાર્પણ કરાશે.નારણપુરા,અખબારનગર અને વાડજમાં વસતા લોકો અને વાહન ચાલકોને રાહત મળશે.

પલ્લવ ચાર રસ્તા જંકશન અને પ્રગતિનગર જંકશન ઉપર બી.આર.ટી.એસ.ને સમાંતર સ્પલીટ ફલાય ઓવરબ્રિજ બનાવવા અજય ઈન્ફ્રાકોનને કોન્ટ્રાકટ અપાયો હતો.ઘાટલોડીયા બાજુ બ્રિજની લંબાઈ 935 મીટર તથા અંકુર બાજુ 931 મીટર લંબાઈ છે. બંને સ્પલીટ બ્રિજની પહોળાઈ સરેરાશ 8.40 મીટર છે.બંને તરફના બ્રિજ ઉપર 99 સ્ટ્રીટ લાઈટના પોલ નાંખવામાં આવ્યા છે.

- Advertisement -

અંડર સ્પેશ ડેવલપમેન્ટમાં પેવરબ્લોક પાર્કીંગ છે. અંદાજિત રૂપિયા 76 કરોડના ખર્ચથી અંડરપાસ બનાવાયો છે.બ્રિજના લોકાર્પણથી નારણપુરા એઈસી સહિતના વિસ્તારમાં આવેલ સ્કૂલ,વાણિજય એકમો તેમજ બી.આર.ટી.એસ.રૂટ તરફ જતા યાત્રીઓ મળીને 1.50 લાખ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત મળશે.

Share This Article