Anti National Posts on Social Media: સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ? ગુજરાતમાં 14 લોકો વિરુદ્ધ IPC મુજબ કાર્યવાહી

Arati Parmar
1 Min Read

Anti National Posts on Social Media: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર હાથ ધરાયુ છે ત્યારે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર પોલીસની બાજનજર

- Advertisement -

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતી સર્જાઇ છે ત્યારે ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટ કરવામાં આવે તો આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ અપાયા હતાં.

14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી

- Advertisement -

સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ઘ્યાને આવ્યુ હતું. આ બધાય વ્યક્તિ વિરુઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ખેડા જિલ્લામાં 2, ભૂજમાં 2 ઉપરાંત જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાં એક-એક મળી કુલ 14 પોલીસ ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
Share This Article