PonziScheme : “ધવલસિંહ ઝાલાએ કહ્યું: ‘મિત્ર ભૂપેન્દ્રસિંહને એકના બે અને બેના ચાર કરવું બરાબર આવડે'”

Arati Parmar
3 Min Read

સાબરકાંઠા, ગુરુવાર
PonziScheme : હાલમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડની ખૂલી વિગતો સામે આવી છે. સોશિયલ મિડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં BZના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વિડીયોમાં, ધવલસિંહ ઝાલાએ પોન્ઝી સ્કીમનું પ્રમોશન કરી રહયા છે, જે આ કૌભાંડ સાથે જોડાયેલ છે.

BZ ગ્રુપના એજ્યુકેશન કેમ્પસના લોકાર્પણ સમયે ધવલસિંહ ઝાલાએ ભૂપેન્દ્રસિંહના માર્કેટિંગ વિશે જણાવ્યું હતું કે, “જેમને રૂપિયા ડબલ કરવાની કળા આવડે, તે બધું કરી શકે છે.” તેમણે કહ્યું કે, “મિત્ર ભૂપેન્દ્રસિંહને એકના બે અને બેના ચાર કેવી રીતે કરવા તે સારું આવડે છે” અને આના પર કોઈને ચિંતા કરવાની જરૂર નથી.

- Advertisement -

મંગળવારે, CID ક્રાઇમની ટીમે BZ કંપનીની 6 વિવિધ જીલ્લાઓમાં આવેલી ખાનગી ઓફિસો પર રેડ કરી. આ રેડ BZ કંપનીના સંચાલકો અને એજન્ટોને ટાર્ગેટ કરી હતી, જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા 36% વ્યાજ અને ગોવા પ્રવાસની લાલચ આપીને 6000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા હતા.

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દ્વારા BZ ફાઈનાન્શિયલના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, CID ક્રાઈમના દરોડા પછી, ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના એજન્ટો ભૂગર્ભમાં છુપાઈ ગયા હતા. 2020થી, BZ ગ્રુપ પોન્ઝી સ્કિમ ચલાવતું હોવાનું ખુલ્યું છે, જેમાં રોકાણકારોને છેતરતા 3% વ્યાજ અને 3 વર્ષમાં ફિક્સ ડીપોઝિટ ડબલ કરવાની લાલચ આપવામાં આવી રહી હતી.

- Advertisement -

BZ ગ્રુપના પોન્ઝી સ્કિમમાં રોકાણકારોને 1 વર્ષમાં 36% રિટર્નની લાલચ આપવામાં આવતી હતી. એગ્રીમેન્ટમાં 7% રિટર્ન દર્શાવવામાં આવતું હતું, પરંતુ મૌખિક રીતે મહિને 3% રિટર્નની વાત કરવામાં આવતી હતી. આવા લાભો સાથે, રોકાણકારોને ગીફ્ટ કે મકાન પણ આપવામાં આવતું હતું . CID ક્રાઈમના દરોડા પછી, 16 લાખ રકમ, કોમ્પ્યુટર, ફોન અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા. એજન્ટ અને 6 સર્વેલન્સને પકડી લીધા છે, અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

BZ ફાઇનાન્સીયલ સર્વિસિસ દ્વારા 5 લાખના રોકાણ પર ટી.વી. અથવા મોબાઈલ અને 10 લાખના રોકાણ પર ગોવા ટ્રીપ અને અન્ય એફ.ડી. અને વ્યાજની લાલચ આપવામાં આવી હતી. આ રીતે, 6000 કરોડનું રોકાણ અને ચુકવણી પર આધારિત વિશ્વાસ મેળવવામાં આવ્યો. વધુમાં, બે બેંક ખાતાઓમાં 175 કરોડના શંકાસ્પદ ટ્રાન્જેક્શનનો ખુલાસો થયો છે, જેમાં IDFC અને ICICI બેંકોમાં હાઇ વોલ્યૂમ ટ્રાન્જેક્શન સમાવિષ્ટ છે.

- Advertisement -

પોલીસના જણાવ્યા અનુસાર, BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય એજન્ટો દરોડા દરમિયાન કોઈ પણ ઓફિસમાંથી મળી શક્યા નથી. દરેક જગ્યાએથી માત્ર કર્મચારીઓ જ મળ્યા હતા, જેમણે કૌભાંડ અંગે કઈ માહિતી નથી આપી. પોલીસ હવે ભૂપેન્દ્રસિંહ અને એજન્ટોને પકડવા માટે તેમની શોધખોળ કરી રહી છે અને એજન્ટોના નામ અને સરનામાં મેળવીને તેમને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

 

 

 

 

Share This Article