SalaryPackageScheme : વલસાડમાં રોડ અકસ્માતમાં આરોગ્ય કર્મીનું મોત, સ્ટેટ બેંક દ્વારા 40 લાખ રૂપિયાનું સહાય પેકેજ

Arati Parmar
1 Min Read

વલસાડ , મંગળવાર
SalaryPackageScheme : વલસાડ જિલ્લા ના રોણવેલ ગામના આરોગ્ય કર્મચારીનું રોડ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. તેનું સેલેરી એકાઉન્ટ રોણવેલના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં હતું. આ પરિસ્થિતિમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની હાજરીમાં સેલેરી પેકેજ યોજના હેઠળ અકસ્માત વીમા પરથી રૂ. 40 લાખનો ચેક મૃતકના પરિવારને આપવામાં આવ્યો.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં લવકર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં સ્વ. નિમેષભાઈ પટેલનું રસ્તા પર અકસ્માતમાં 17 જૂન 2024ના રોજ દુઃખદ અવસાન થયુ. તેમનું પરિવાર બેંકમાં એકાઉન્ટ બંધ કરાવવા માટે પહોંચતાં તેમને સેલેરી પેકેજ યોજના અંતર્ગત સહાયની માહિતી મળી. તેમનાં પરિવારજનોએ 25 જુલાઈ 2024ના રોજ સ્ટેટ બેંકમાં ક્લેઈમ દાખલ કર્યો.

- Advertisement -

રોણવેલ બ્રાંચના મેનેજર જગદીશભાઈ પટેલે સ્વ. નિમેષભાઈ પટેલના પરિવારને વીમા ક્લેઈમ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં માર્ગદર્શન આપ્યું, જેના પરિણામે માત્ર 4 મહિનામાં 40 લાખનું વિમાકલેઈમ ચૂકવાયું. આ ચેક વિતરણમાં ફલધરાના સરપંચ ભૂપેન્દ્રભાઈ પટેલ, રોણવેલના સરપંચ હેતલબેન પટેલ, વલસાડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચીફ મેનેજર રવિશંકર શર્મા, રિલેશનશિપ મેનેજર અનિષા પટેલ અને રોણવેલ શાખાના શાખા પ્રબંધક જગદીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
Share This Article