Smart GIDC VGRC Gujarat: સુરત બનશે વિકાસનું ગ્લોબલ પાવર હાઉસ, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં 5380 એકરમાં 8 હાઈટેક સ્માર્ટ GIDC ની જાહેરાત

Arati Parmar
3 Min Read
Smart GIDC VGRC Gujarat

Smart GIDC VGRC Gujarat: સુરતના આંગણે ‘રિજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ થીમ સાથે દક્ષિણ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સુરતને ગ્લોબલ ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટેનો મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાન રજૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, સુરત ઇકોનોમિક રિજન વર્ષ 2047 સુધીમાં વીસ ગણી વૃદ્ધિ હાંસલ કરશે અને ગુજરાતના કુલ ઘરેલું ઉત્પાદન (GSDP)માં 35 ટકાથી વધુ ફાળો આપશે. સુરત હવે માત્ર હીરા કે કાપડનું શહેર જ નહીં, પણ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર, બુલેટ ટ્રેન, મેટ્રો રેલ અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે જેવી આધુનિક કનેક્ટિવિટી સાથે ભારતનું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનવા જઈ રહ્યું છે.

પાંચ જિલ્લાઓમાં ૮ નવી સ્માર્ટ GIDCની જાહેરાત

- Advertisement -

દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક માળખાને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રીએ એક મોટી જાહેરાત કરી છે. રાજ્યના ૫ જિલ્લાઓમાં કુલ ૫૩૮૦ એકર વિસ્તારમાં ૮ નવી ‘સ્માર્ટ GIDC’ વસાહતો સ્થાપવામાં આવશે. જેમાં સુરત જિલ્લામાં ૨, ભરૂચમાં ૩, વલસાડમાં ૧, તાપીમાં ૧ અને નવસારી જિલ્લામાં ૧ નવી વસાહતનું નિર્માણ થશે. આ નવી GIDC વસાહતો અત્યાધુનિક ટેકનોલોજી અને હાઈટેક સુવિધાઓથી સજ્જ હશે, જે સ્થાનિક MSME એકમોથી લઈને મોટા ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવામાં મદદરૂપ થશે. આ પગલાથી દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પણ રોજગારીની નવી તકો ઊભી થશે અને પ્રાદેશિક સંતુલિત વિકાસને વેગ મળશે.

ગુજરાત: દેશનું ગ્રોથ એન્જિન અને રોજગારીનું હબ

- Advertisement -

મુખ્યમંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું કે આજે ભારતનો ૪૦ ટકા કાર્ગો એકલું ગુજરાત હેન્ડલ કરે છે. છેલ્લા અઢી દાયકામાં રાજ્યની ટેક્સની આવક ૯ હજાર કરોડથી વધીને ૧.૫૫ લાખ કરોડ થઈ છે, જે રાજ્યની આર્થિક સધ્ધરતા દર્શાવે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે ગુજરાત આજે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. સાણંદ અને ધોલેરા જેવી જગ્યાઓ હવે સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહી છે. ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર પારદર્શક નીતિઓ અપનાવી રહી છે, જેના ભાગરૂપે ૧૧,૦૦૦થી વધુ વેપારીઓને ૧,૩૦૦ કરોડ રૂપિયાની સહાય સીધી જ તેમના ખાતામાં જમા કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય સહયોગ અને ભવિષ્યનો રોડમેપ

- Advertisement -

આ કોન્ફરન્સમાં જાપાન, સિંગાપોર, રવાન્ડા અને સેશેલ્સ જેવા દેશોના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જાપાનના રાજદૂતે સેમિકન્ડક્ટર સેક્ટરમાં અને હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં ગુજરાત સાથેની ભાગીદારીને વધુ મજબૂત કરવાની ખાતરી આપી છે. સિંગાપોરના હાઈ કમિશનરે પણ GIFT સિટીમાં રોકાણ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત આજે દેશની ૬૦ ટકા સોલાર પેનલનું ઉત્પાદન કરે છે અને ટેક્સટાઈલ તેમજ ડાયમંડ ક્ષેત્રે વિશ્વભરમાં ડંકો વગાડે છે. ‘વિકસિત ગુજરાત @2047’ના રોડમેપ હેઠળ આ વિસ્તારમાં ગ્રીન હાઈડ્રોજન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ જેવી ફ્યુચરિસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ લાવવાનું આયોજન છે, જે આવનારી પેઢી માટે સમૃદ્ધિના દ્વાર ખોલશે.

આ પણ વાંચો: Kutch Banni Cheetah Project: કચ્છના બન્નીમાં ટૂંક સમયમાં ગુંજશે ચિત્તાની ગર્જના, ચોમાસા બાદ ગુજરાત બનશે ચિત્તાનું નવું સરનામું – Newz Cafe

Share This Article