સુરતઃ કાળઝાળ ગરમી વચ્ચે છૂટાછવાયા વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે કમોસમી વરસાદ

Reena Brahmbhatt
1 Min Read

દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ અને વલસાડમાં 11 થી 15 મે દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી

ગુજરાતમાં મે મહિનામાં આકરી ગરમી યથાવત છે. આ કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળવાની આશા છે. હવામાન વિભાગે 11 થી 15 મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

- Advertisement -

1 rain

ક્યાં ક્યાં વરસાદ પડશે?

- Advertisement -

11 મે: નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ
12 અને 13 મે: દક્ષિણ ગુજરાત, સાબરકાંઠા, અરવલી
14 મે: દક્ષિણ ગુજરાત, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર.
15 મે: નવસારી, તાપી, ડાંગ, વલસાડ
ગરમીથી થોડી રાહત

અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી પંથકમાં 7 મેના રોજ ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોને થોડી રાહત મળી હતી.

- Advertisement -

હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે લોકોને વરસાદ દરમિયાન સુરક્ષિત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

Share This Article