આરોપીને કારેલીબાગ અને અકોટા પોલીસને સોંપવામાં આવ્યો છે

newzcafe
1 Min Read

વડોદરાઃ બેંકમાંથી બહારના ACની ચોરી કરતો આરોપી ઝડપાયો


વડોદરા શહેરમાં આવેલી બેંકોમાં લગાવેલા આઉટડોર એસી ચોરીના બે કેસમાં ફરાર આરોપીની ક્રાઈમ બ્રાંચે ભૂતડીઝાપા પાસેથી ધરપકડ કરી હતી. આરોપીને કારેલીબાગ અને અકોટા પોલીસને સોંપવામાં આવ્યો છે.


 


ક્રાઈમ બ્રાન્ચ શહેરમાં મિલકતના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીઓને શોધી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ભૂતડીઝાપા મેદાન પાસેથી ચોરીના ગુનામાં ફરાર આરોપી અરબાઝખાન હબીબખાન પઠાણ (રહે. ફાતેમા કોમ્પ્લેક્ષ, પટેલ ફળિયા, હાથીખાના વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછપરછ દરમિયાન, તે બેંકોમાં લગાવેલા આઉટડોર એસી ચોરીના કારેલીબાગ અને અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે કેસમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઈમ બ્રાંચે આરોપી અરબાઝખાન હબીબખાન પઠાણને કારેલીબાગ અને અકોટા પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપ્યો છે. તમને જણાવી દઈએ કે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં આઉટડોર એસી ચોરીના કેસમાં આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.

Share This Article