વડોદરાઃ ઈલેક્ટ્રીક પ્રવાહમાં અસાધારણ ફેરફારને કારણે શોર્ટ સર્કિટનો બનાવ બન્યો હતો.

Reena Brahmbhatt
1 Min Read

ફાયર બ્રિગેડને શોર્ટ સર્કિટ અથવા ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની સાત ઘટનાઓ અંગેના કોલ મળ્યા હતા.

વડોદરામાં મોડી રાત્રે વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ અને કેટલીક જગ્યાએ આગ લાગવાને કારણે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. વડોદરાના છાણી, ગોરવા, આજવા રોડ, અટલાદરા વિસ્તારમાં વીજ પ્રવાહમાં અસાધારણ ફેરફારને કારણે શોર્ટ સર્કિટના બનાવો બન્યા હોવાનું મનાય છે.
13 ele

- Advertisement -

સામાન્ય રીતે ફાયર બ્રિગેડને આવા એક કે બે કોલ આવે છે. પરંતુ ગઈકાલે રાત્રે છાણી, ગોરવા, અટલાદરા, વારસીયા, આજવા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં વીજ કેબલ તૂટવા, શોર્ટ સર્કિટ કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના સાત બનાવોના કોલ આવ્યા હતા.

Share This Article