Vadodara Corporation: વડોદરા પાલિકાની શિક્ષણ સમિતિમાં પગારની અસ્પષ્ટતા, માર્ચ મહિનો સમાપ્ત થવા છતા પ્રશ્ન યથાવત

Arati Parmar
1 Min Read

Vadodara Corporation: વડોદરા મહાનગર પાલિકાના આર્થિક તંત્રમાં બધું રાબેતા મુજબ નહીં ચાલતું હોવાનો ચોકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં માર્ચ મહિનો અડધા ઉપર પૂરો થવા સહિત હોળી-ધુળેટી જેવા તહેવારો પૂરા થઈ જવા છતાં પણ હજી સુધી 1200 શિક્ષકો, 300 જેટલા પેન્શનરો-નિવૃત્ત કર્મચારીઓ અને 100 જેટલા ચોથા વર્ગના કર્મચારીઓને પગારથી વંચિત રહેતા તહેવાર બગડ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં માર્ચ મહિનો અડધો પુરો થવા છતાં હજી પગારના ધાંધિયા છે. હોળી ધુળેટીના આનંદ ઉલ્લાસનો તહેવાર પણ પૂરો થઈ ગયો છે. આજે તા.17 માર્ચ છે, સામાન્ય રીતે પાલિકા તંત્રના તમામ વિભાગમાં સામાન્ય રીતે તા.1 થી તા.5 સુધીમાં પગાર થઈ જતા હોય છે. આમ છતાં વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ-પેન્શનરોને હજી સુધી પગાર થયો નથી. શિક્ષણ સમિતિમાં 1200 જેટલા શિક્ષકો, 300 જેટલા પેન્શનરો-નિવૃત્ત કર્મચારીઓ અને 100 જેટલા ચોથા વર્ગના કર્મચારીઓ છે. આ તમામ કર્મીઓ-નિવૃત્ત કર્મચારીઓ પગાર અને ટેન્શનથી વંચિત છે. આ તમામના પરિવારોનો હોળી-ધુળેટીનો ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર નીરસ રહ્યો હોવા છતાં પણ હજી સુધી પગાર નહીં થતાં ઘરનું બજેટ ખોરવાયું છે.

Share This Article