પોલીસે ઘટનાનું કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી.

newzcafe
1 Min Read

વડોદરાઃ ગોત્રીમાં 8મા માળના ફ્લેટમાં ગીઝર ફાટતાં જીમ ટ્રેનરનું મોત


 


પોલીસે ઘટનાનું કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી.


 


વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગુરુવારે બપોરે એક ફ્લેટમાં ગીઝર બ્લાસ્ટ થતાં એક યુવકનું મોત થયું હતું.પોલીસે ઘટનાનું કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે.


 


પ્રાપ્ત માહિતી અનુસાર ગોત્રી વિસ્તારમાં પ્રિન્સ રિટ્રીટ નામના એપાર્ટમેન્ટના આઠમા માળે રહેતો 40 વર્ષીય અભિષેક ત્રિવેદી જીમ ટ્રેનર તરીકે નોકરી કરતો હતો. આ ફ્લેટમાં તે એકલો રહેતો હતો. જ્યારે તેનો ભાઈ નજીકના ટાવરના છઠ્ઠા માળે રહેતો હતો.


 


ગુરુવારે બપોરે અભિષેક ત્રિવેદીના બાથરૂમમાં ધડાકા સાથે અચાનક આગ લાગતાં સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી. દરમિયાન બાથરૂમમાં અભિષેકની સળગી ગયેલી લાશ જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. બાથરૂમમાં ગીઝર બ્લાસ્ટ થયાની માહિતી મળી છે. તેના વાયર અને ટાઇલ્સના ટુકડા વેરવિખેર હતા. ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને આપવામાં આવતા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેણે ઘટનાનું કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે.

Share This Article