ત્રણ સાયકલ કચડાઈ ગઈ, સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં પહેલા માળની લોબીનો એક ભાગ ધરાશાયી થયો હતો અને એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી, જ્યારે અનેક સાઈકલનો કચડાઈ ગયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શાળાઓમાં આગની ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. પરંતુ કોર્પોરેશન શાળાઓના માળખાને લઈને કોઈ તકેદારી રાખતું નથી. જેનું પરિણામ એ આવ્યું કે આજે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટો અકસ્માત સર્જાયો હતો.
વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર ગુરુકુળ પાસે આવેલી નારાયણ સ્કૂલમાં અચાનક લોબી અને દિવાલનો ભાગ ધરાશાયી થતાં એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી. જ્યારે ત્રણથી ચાર સાયકલ દટાઈ ગઈ હતી. જો આ વખતે વિદ્યાર્થીઓ સાયકલ લેવા આવ્યા હોત તો ગંભીર નુકસાન થવાનો ભય હતો.
ઘટના બાદ ફાયર બ્રિગેડ અને પોલીસ આવી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી છે.

