Vande Bharat Stone Pelting: ગુજરાતના સુરતમાં મંગળવારે મોટી ઘટના સામે આવી. મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરતમાં પથ્થરમારો કરવાની ઘટના સામે આવી. જે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની આ ઘટના બની, તેમાં UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ સવાર હતાં. વંદે ભારત પર પથ્થરમારાની માહિતી મળતાં અફરાતફરી મચી ગઈ. રેલવેએ ઘટનાની માહિતી તરત GRPને આપી. જે કોચ પર પથ્થરમારો થયો, તેની અંદર જ UPના રાજ્યપાલ હાજર હતાં. રેલવેએ આ ઘટનાની પુષ્ટિ કરી છે, જોકે સારી વાત એ રહી કે આનંદીબેનને કોઈ નુકસાન થયું નથી. રેલવેએ આ ઘટના બાદ એક યુવકને કસ્ટડીમાં લીધો. માહિતી અનુસાર આ હુમલો સુરતના ઉતરાણ રેલવે સ્ટેશન નજીક થયો. આનંદીબેન પટેલ પોતાના પરિવાર સાથે અમદાવાદ જઈ રહ્યાં હતાં. પોલીસે વંદે ભારત પર પથ્થર ફેંકનાર એક યુવકની ધરપકડ કરી છે. માહિતી અનુસાર યુવક માનસિક રીતે અસ્થિર છે.
પથ્થરમારામાં કોચની બારી તૂટી
સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારામાં કોચની બારીને નુકસાન થયું. તે તૂટી ગઈ. જોકે આનંદીબેન પટેલને કોઈ નુકસાન થયું નથી. વંદે ભારતમાં તેમની પુત્રી અનાર પટેલ પણ તેમની સાથે હતી. રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરક્ષિત છે અને પથ્થર ફેંકવામાં આવતા કોચની બારી તૂટી ગઈ હતી. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના PRO અભિનવ સક્સેનાએ જણાવ્યું કે મુંબઈથી અમદાવાદ આવી રહેલી ટ્રેન 22916 વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવાની ઘટના બની. પથ્થરમારાની ઘટના બનતાં જ અમે તરત GRPને જાણ કરી.
राज्यपाल श्रीमती आनंदीबेन पटेल ने आज वापी से अहमदाबाद तक वंदे भारत एक्सप्रेस से यात्रा के दौरान फिल्म और टीवी अभिनेता श्री अनंग देसाई एवं अन्य सहयात्रियों से भेंट कर फिल्म जगत व अन्य विषयों पर संवाद किया। दादरा नगर हवेली व दमन एवं दीव के प्रशासक श्री प्रफुल पटेल भी उपस्थित रहे। pic.twitter.com/xFPUpb7eVj
— Governor of Uttar Pradesh (@GovernorofUp) August 25, 2026
રાજ્યપાલના અકાઉન્ટે તસવીરો શેર કરી
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલે થોડા દિવસની રજા લઈને પોતાના ગૃહ રાજ્યની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ જેવા નાના કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લીધી હતી. તેમની સાથે ત્યાંના પ્રશાસક પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા. UPના રાજ્યપાલના હેન્ડલ પરથી વંદે ભારત એક્સપ્રેસની મુસાફરીની તસવીરો શેર કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે વાપીથી અમદાવાદ સુધી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન ફિલ્મ અને ટીવી અભિનેતા અનંગ દેસાઈ તથા અન્ય સહયાત્રીઓ સાથે મુલાકાત કરી અને ફિલ્મ જગત તેમજ અન્ય વિષયો પર સંવાદ કર્યો. દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા. તસવીરોમાં તેમની પુત્રી અનાર પટેલ પણ હાજર છે. આનંદીબેન પટેલ લાંબા સમયથી UPના રાજ્યપાલ છે. તેમણે રાજ્યપાલ તરીકેની કારકિર્દીની શરૂઆત મધ્ય પ્રદેશથી કરી હતી.

