શેરડીનો રસ પીવાના ફાયદાઓ તથા શેરડીનો રસ પીવાથી થતા નુક્શાનો
Wednesday, 21 February 2024
શેરડીનો રસ પીવાના ફાયદાઓ તથા શેરડીનો રસ પીવાથી થતા નુક્શાનો
શેરડીનો રસ શરીરમાં સોજો, યુટીઆઈ, કિડનીમાં પથરી અને પ્રોસ્ટેટાઇટિસ લક્ષણોને દૂર કરે છે. શેરડીના રસમાં રહેલ કેલ્શિયમના કારણે તે હાડકાંના વિકાસ અને તાકાત માટે ફાયદાકારક છે. ઉપરાંત તે મોઢાની દુર્ગંધ દૂર કરે છે અને દાંતને મજબૂત બનાવે છે.
શેરડીનો રસ પીવાથી થતા નુક્શાન
આમ તો શેરડીનો રસ પીવાના નુકસાન ખૂબ ઓછા છે. પરંતુ શેરડીના વધારે પડતા સેવનથી અમુક નુક્શાન થવા સ્વાભાવિક છે. જે તમને લાંબાગાળાની સમસ્યા ઊભી કરે છે. આપને જણાવી દઇએ કે, શેરડીમાં પોલીકોસાનોલ નામક તત્વ હોય છે અને તેના વધારે પડતા સેવનથી ઊંઘ ન આવવી, પેટ ખરાબ થવું, ચક્કર આવવા, માથાનો દુખાવો થવો અને વજન ઘટવા જેવી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. તે લોહીને પાતળું પણ કરે છે અને લોહીમાં કોલેસ્ટ્રોલ લેવલને પણ અસર કરે છે. તેથી યોગ્ય માત્રમાં શેરડીના રસનું સેવન તમને સ્વસ્થ રાખી શકે છે. પરંતુ વધારે પીવાથી તમે નવી સ્વાસ્થ્ય સમસ્યામાં મુકાઇ શકો છો.
