કોલેસ્ટ્રોલ ઘટાડતી શાકભાજી જાણો:

Reena Brahmbhatt
1 Min Read

નસોમાં જમાં ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે આ 5 શાકભાજી, હેલ્ધી રહે છે હાર્ટ
શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી ધમનીઓ બ્લોક થઈ જાય છે. આવી સ્થિતિમાં લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે. જો તમે ખરાબ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો તમારા આહારમાં આ 5 શાકભાજીનો સમાવેશ કરો. તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકાય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રીંગણનું સેવન કરવું જોઈએ. રીંગણમાં ફાઇબર હોય છે તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે. ફાઇબર આંતરડામાં કોલેસ્ટ્રોલના શોષણને ધીમું કરે છે.

- Advertisement -

green vegetables

હાઈ ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્ ગુણોથી ભરપૂર કેલ ખાવાથી નસોમાં જમા બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. તેને આહારમાં સામેલ કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે.

- Advertisement -

શરીરમાં લોકેસ્ટ્રોલનું લેવલ વધી ગયું હોય તો તમે ભીંડાનું સેવન કરો. તેનાથી કોલેસ્ટ્રોલનું અવશોષણ રોકાઈ જાય છે. ભીંડામાં રહેલ ગુણ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.

બ્રોકલીમાં રહેલ ગુણ સ્વાસ્થ્ય માટે સારા હોય છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. બ્રોકલી ઈમ્યુનિટીને પણ મજબૂત કરે છે.

- Advertisement -

બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવા માટે તમે પાલકનું સેવન કરી શકો છો. પાલક નસોમાં કોલેસ્ટ્રોલને જામવા દેતું નથી. હેલ્ધી હાર્ટ માટે દરરોજ પાલકનું સેવન કરો

Share This Article