આયુર્વેદ અનુસાર શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા કફ અને વાત દોષમાં અસંતુલન થવાના કારણે થાય છે. આ દોષોને સંતુલિત કરીને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આયુર્વેદમાં ઘણી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા કફ અને વાત દોષમાં અસંતુલન થવાના કારણે થાય છે. આ દોષના કારણે શરીરમાં ઝેરી તત્વો એકઠા થાય છે. કફ દોષના કારણે લોહીમાં ચરબી વધે છે અને વાત દોષને કારણે રક્ત પરિભ્રમણ ખોરવાય છે. આ દોષોને સંતુલિત કરીને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આયુર્વેદમાં ઘણી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ જડીબુટ્ટીઓમાં અર્જુનની છાલ, ગુગ્ગુલ, અળસી, આમળા અને લીલી ચાનો સમાવેશ થાય છે.

અર્જુનની છાલ
અર્જુનની છાલ હાર્ટ માટે સૌથી ફાયદાકારક ઔષધિ માનવામાં આવે છે. તે લોહીને શુદ્ધ કરવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. અર્જુનની છાલનો પાવડર દૂધમાં ભેળવીને અથવા અર્જુનની છાલ વટીનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.
ગુગળ
ગુગળ એક અસરકારક આયુર્વેદિક વનસ્પતિ પણ છે જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તે ટ્રાઇગ્લિસેરાઇડનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનું દરરોજ સેવન કરી શકાય છે.
અળસી
અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. અળસીનું સેવન કરવાથી ધમનીઓમાં લોહીનો પ્રવાહ સુધરે છે. અળસીના પાવડરને હૂંફાળા પાણી અથવા દૂધમાં ઉમેરીને ખાઈ શકાય છે. અળસીને તમે મુખવાસની જેમ ચાવીને ખાઈ શકાય છે.
આમળા
આમળા વિટામિન સીનો સ્ત્રોત છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આમળાનું નિયમિત સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું થાય છે. આમળાને પણ અલગ અલગ રીતે ખાઈ શકાય છે.
બજારના મોટા ભાગના સૂચકાંકો નવી વિક્રમ સપાટી પર ઝૂલતા હતા. રૂપીઝીના શ્રીસામ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 2024માં બજારોમાં તેજી જોવા મળશે. 2024ના અંતમાં નિફ્ટી 23,500 અને સેન્સેક્સ 78,000ના સ્તરે પહોંચે તેવી સંભાવના છે. હાલમાં વિશ્વસ્તરે ભારતનું તેજીમય ચિત્ર ઉપસે છે. રિઝર્વ બેન્કે દેશના મજબૂત જીડીપીની આગાહી કરી છે અને ભરપૂર વિદેશી રોકાણ આવી રહ્યું છે એટલે નજીકના ભવિષ્યમાં બજારનું વલણ સકારાત્મક લાગે છે. અત્યારે બજારમાં તેજીનો માહોલ છે અને રોજ નવા કીર્તિમાન સ્થાપિત કરે છે એટલે અંબરીશ બાલિગા નામના સ્વતંત્ર નિષ્ણાતે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ભારતીય બજાર તેના સમકક્ષ બજારો કરતાં વધુ મોંઘું છે માટે રોકાણકારોએ સાવધાની રાખવી જોઈએ. 15 ડિસેમ્બરના બુલરનમાં બેન્ક અને આઈટીના શેરોએ મોટો ભાગ ભજવ્યો. બેન્ક નિફ્ટીએ સૌપ્રથમવાર 48,200ની સપાટીને ઇન્ટ્રાડેમાં કૂદાવી હતી. બંધન બેન્ક, એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા અને ફેડરલ બેન્ક વધ્યા હતા. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ પણ 35,947ની ઓલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો અને તેમાં ટીસીએસ, ઇન્ફોસીસ, એચસીએલ ટેક્નો અને ટેક મહિન્દ્રા વધ્યા હતા.

