શરીરને વિટામિન ડી સૂર્યપ્રકાશથી મળે છે જ્યારે આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે

newzcafe
2 Min Read

વિટામિનની ખામીના કારણે સ્વભાવમાં વારંવાર ફેરફાર થાય છે.


વિટામિનની ખામીના કારણે સ્વભાવમાં વારંવાર ફેરફાર થાય છે.


શરીરને વિટામિન ડી સૂર્યપ્રકાશથી મળે છે જ્યારે આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે તો વિટામિન ડીનું ઉત્પાદન કરે છે પરંતુ આજના સમયમાં દોડધામના કારણે લોકોને એવો સમય હોતો નથી કે તેઓ સવારના તડકામાં બેસી શકે. જેના કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ સર્જાય છે. જેના કારણે શરીરમાં આ લક્ષણો જોવા મળે છે.


 મૂડ સ્વિંગ અને હાડકામાં દુખાવો આમ તો અલગ અલગ સમસ્યા છે પરંતુ આ બંને સમસ્યા એકબીજા સાથે આડકતરી રીતે જોડાયેલી પણ છે. જો વારંવાર થતા હોય અને હાડકામાં દુખાવો રહેતો હોય તો તે વિટામિન ડી ની ઉણપનો સંકેત પણ હોય છે. શરીરમાં વિટામિન ડી ખૂબ જ જરૂરી પોષક તત્વો છે જ્યારે વિટામિન ડી ની શરીરમાં ઉણપ સર્જાય છે તો હાડકાના સ્વાસ્થ્ય અને અસર થાય છે અને સાથે જ મૂડ સ્વિંગ પણ થવા લાગે છે.


શરીરને વિટામિન ડી સૂર્યપ્રકાશથી મળે છે જ્યારે આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે તો વિટામિન ડીનું ઉત્પાદન કરે છે પરંતુ આજના સમયમાં દોડધામના કારણે લોકોને એવો સમય હોતો નથી કે તેઓ સવારના તડકામાં બેસી શકે. જેના કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ સર્જાય છે. વિટામીન ડીની ઉણપને દૂર કરવા માટે ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ પણ કરી શકાય છે.


વિટામીન ડીથી ભરપૂર ફૂડ


સાલમન ફિશ


ટુના ફિશ


મકાઈનું તેલ


ઈંડા


દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ


સોયા પ્રોડક્ટ


ટમેટા


વિટામીન ડીની ઉણપને દૂર કરવાની જરૂરી ટીપ્સ


– શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો તેને દૂર કરવા માટે રોજ દિવસમાં 15 થી 30 મિનિટ સુધી તડકામાં રહેવું.


– જો તમે આહારમાં વિટામિન ડીથી ભરપુર ફૂડનો સમાવેશ કરો છો તો તેનાથી પણ આ ઉણપને દૂર કરી શકાય છે.

Share This Article