લીમડાનું પાણી પીવાથી થાય છે અનેક ફાયદા, જાણો વિગત

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

લીમડાના પાનમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટી ઈફ્લેમેટરી હોય છે. તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુર હોય છે. આ ગુણ લીમડાના પાનને આરોગ્ય માટે ઉપયોગી બનાવે છે.
લીમડામાં એન્ટીઓકિસડન્ટ હોય છે જે શરીરને નુકસાન કરતાં ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.
લીમડામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે જે ત્વચાના ઈન્ફેકશનને રોકવામાં મદદ કરે છે. તે ત્વચાને ચમકદાર અને સ્વસ્થ પણ રાખે છે.
લીમડામાં એવા ગુણ હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓને રોકવામાં પણ મદદ કરે છે.
લીમડામાં એન્ટી-ડેન્ડ્રફ ગુણ હોય છે જે ડેન્ડ્રફને રોકવામાં મદદ કરી શકે છે. તે વાળને મજબૂત અને સ્વસ્થ પણ બનાવે છે.
લીમડામાં એવા ગુણધર્મો હોય છે જે શરીરમાં દુખાવા ઘટાડવામાં મદદ કરી શકે છે. તે સંધિવા અને અન્ય રોગોના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે.

Share This Article