નવી દિલ્હી, તા. 31 : દેશમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે પરંતુ પ્રચંડ ગરમી-લૂથી છૂટકારો મળ્યો નથી. દક્ષિણ ભારત સિવાય 9 રાજ્યમાં તીવ્ર ગરમી યથાવત્ છે. હવે મહારાષ્ટ્રના નાગપુરમાં પારો પ6 ડિગ્રી સે.ને આંબી ગયો હોવાના અહેવાલ ચમક્યા હતા. જો કે, બાદમાં તેને મશીનની ભૂલ ગણાવી 4પ ડિગ્રી હોવાનું જાહેર કરાયું હતું. વધુ 40નાં મૃત્યુ સાથે આ વર્ષે દેશમાં ગરમીથી ર30ના મૃત્યુ થયાનો બિન સત્તાવાર આંક સામે આવ્યો છે જેમાં યુપી, બિહાર, રાજસ્થાનમાં સૌથી વધુ મૃત્યુ થયાં છે. યુપીના મિર્ઝાપુરમાં ચૂંટણી ફરજમાં આવેલા પાંચ હોમગાર્ડ્સનાં મૃત્યુ અને 16ને હોસ્પિટલમાં ખસેડવા પડતા ખળભળાટ મચી ગયો છે.

પૂર્વોત્તરમાં અરુણાચલ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરામાં આગામી પ દિવસમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નાગપુર જાણે આગની ભઠ્ઠીમાં બદલાઈ ગયું હોય તેવી ભીષણ ગરમીમાં લોકો અકળાઈ ઉઠયા છે. દરમિયાન હવામાન વિભાગે તા.30 ને ગુરુવારે ઉત્તર અંબાઝરી રોડ સ્થિત રામદાસપેઠમાં પીડીકેવીના ર4 હેક્ટર ખુલ્લાં ખેતરમાં સ્થિત કેન્દ્ર ખાતે મહતમ તાપમાન પ6 ડિગ્રી સે. નોંધાયું હતું. શહેરનાં હવામાન કેન્દ્રનાં ચારમાંથી બે કેન્દ્રમાં પ0 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.
હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લામાં હિમવર્ષા સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત મળી છે. રાજ્યના પહાડો પર હિમવર્ષા થતાં તાપમાન ઘટયું છે. બિહારના ઔરંગાબાદ જિલ્લામાં લૂથી હોસ્પિટલમાં ખસેડાયેલા 16 લોકોનાં મૃત્યુ થયાં છે. ઓરિસ્સાના રાઉરકેલામાં ભીષણ ગરમીએ 10 લોકોનો જીવ લીધો છે. યુપી, ઝારખંડ, રાજસ્થાનમાં પણ અનેક લોકોનાં મૃત્યુ થયાં છે. ઝારખંડના પલામુમાં એક મહિલા સહિત 4નાં ગરમીથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. ગુરુવારે રાજ્યમાં તાપમાન 47.4 ડિગ્રી સે.ના ઉચ્ચ સ્તરે રહ્યંy હતું. રાજસ્થાનમાં લૂથી પનાં મૃત્યુ થયાં છે.
ઉત્તર અને મધ્ય ભારતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. રાજસ્થાનના ચુરુ અને હરિયાણાના સિરસામાં તાપમાન પ0 ડિગ્રી સે.થયું હતું. રાજ્યનાં અનેક શહેરોમાં આ વર્ષે તાપમાન સામાન્યથી વધુ રહ્યંy છે. રાજસ્થાનના ગંગાનગરમાં તાપમાન 48.3, મધ્યપ્રદેશના સીધી શહેરમાં 48.ર, યુપીના વારાણસીમાં 47.8, હરિયાણાના નારનૌલમાં 47.પ, ઝારખંડના ડાલ્ટનગંજમાં 47.4, દિલ્હીના આયાનગરમાં 47, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 46.9, છત્તીસગઢના રાયપુરમાં 46.8 તથા પંજાબનાં પટિયાલામાં 46.ર ડિગ્રી સે.નોંધાયું છે. બિહાર, હરિયાણા, દિલ્હી સહિત રાજ્યોમાં હીટવેવને પગલે શાળાઓ બંધ કરવામાં આવી છે.

