Heart Healthy Yoga: હાર્ટ હેલ્થ માટે 7 બેસ્ટ યોગાસન, યોગ ગુરુએ જણાવ્યું તાડાસન-વશિષ્ઠાસન જેવા આસન કેવી રીતે દિલને પહોંચાડશે ફાયદો

Arati Parmar
7 Min Read

Heart Healthy Yoga: હાર્ટને હેલ્ધી રાખવું હોય તો તેના માટે માઇન્ડફુલ મુવમેન્ટ, ડીપ બ્રીધિંગ (ઊંડા શ્વાસ) અને ઇમોશનલ બેલેન્સ હોવું ખૂબ જ જરૂરી છે. તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, હસ્ત ઉત્તાનાસન, વશિષ્ઠાસન, સિદ્ધ અભ્યાસ, વજ્રાસન અને હૃદય મુદ્રા, એવા સાત યોગ આસનો છે, જે આ ત્રણેયને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.

આ આસનો કરવાથી વ્યક્તિને એક તરફ શાંતિનો અનુભવ થાય છે, તો બીજી તરફ સર્ક્યુલેશન (રુધિરાભિસરણ) સુધરવા, તણાવ ઘટવા અને કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ મજબૂત થવા જેવા ફાયદા પણ મળે છે. આ બધું મળીને દિલની તબિયતને સારી રાખવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ યોગના આ સાત આસનોને પોતાની જીવનશૈલીનો હિસ્સો બનાવી લે, તો તેના સકારાત્મક પરિણામો અને પ્રભાવ તે પોતે અનુભવી શકે છે.

- Advertisement -

તાડાસન

તાડાસનના દિલને ફાયદા: તાડાસન ભલે કરવા અને દેખાવામાં સરળ હોય, પરંતુ તે હેલ્ધી હાર્ટનો આધાર બની શકે છે. આ આસનમાં વ્યક્તિ જ્યારે શરીર ખેંચીને સીધી ઊભી રહે છે, તેની કરોડરજ્જુ સીધી અને ખભા આરામદાયક સ્થિતિમાં રહે છે, ત્યારે તેનાથી છાતી કુદરતી રીતે આગળની તરફ આવતા ખુલે છે. આનાથી ફેફસાંને અંદર હલનચલન માટે વધુ જગ્યા મળે છે, પરિણામે તે લોહીમાંથી વધુ ઓક્સિજન લઈ શકે છે.

ઓક્સિજનના બહેતર સપ્લાયથી દિલ પર દબાણ ઓછું થાય છે. આસન કરતી વખતે શ્વાસ પર નિયંત્રણ રાખવું નર્વસ સિસ્ટમને પણ શાંત કરે છે, જેનાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઓછા થાય છે અને બ્લડ પ્રેશરને પણ સંતુલિત રાખવામાં મદદ મળે છે.

- Advertisement -

વૃક્ષાસન

વૃક્ષાસન કેમ છે દિલ માટે સારું: વૃક્ષાસન કરવાથી શારીરિક સ્થિરતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારવામાં મદદ મળે છે. એક પગ પર ઊભા રહીને શરીરના બાકીના ભાગોને જે રીતે પોઝિશન કરવામાં આવે છે, તેનાથી મસલ્સ એક્ટિવ થાય છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે. શરીરનું સંતુલન જાળવવા માટે વૃક્ષાસન દરમિયાન ઊંડા શ્વાસ લેવામાં આવે છે, આ ક્રિયા હાર્ટ રેટને ઘટાડે છે અને માનસિક શાંતિ વધારે છે.

લાંબા સમયથી ચાલ્યો આવતો તણાવ હાર્ટ સ્ટ્રેન માટે જવાબદાર પરિબળોમાંનું એક માનવામાં આવે છે. એવામાં જ્યારે આસન કરવાથી તણાવ ઓછો થાય છે ત્યારે તેની સીધી સકારાત્મક અસર દિલ પર જોવા મળે છે.

- Advertisement -

પાદહસ્તાસન

પાદહસ્તાસન કેવી રીતે દિલને પહોંચાડે છે ફાયદો: પાદહસ્તાસન કરતી વખતે પેટના ભાગ પર થોડું દબાણ આપતા ધડને આગળની તરફ નમાવવામાં આવે છે. આ મુદ્રામાં લોહી શરીરના ઉપરના ભાગ તરફ વધુ ઝડપથી જાય છે. આનાથી મગજ અને દિલમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે.

આગળની તરફ નમવાથી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થાય છે અને તે શરીરને આરામ કરવા માટે સિગ્નલ મોકલે છે. શાંત મગજ તણાવના સ્તરને ઘટાડે છે, જેનાથી દિલ વધુ સારી રીતે કામ કરી શકે છે. પાદહસ્તાસનને જો રોજ કરવામાં આવે, તો તેનાથી નોર્મલ બ્લડ પ્રેશર જાળવી રાખવામાં પણ મદદ મળે છે.

હસ્ત ઉત્તાનાસન

હસ્ત ઉત્તાનાસન કેવી રીતે કરે છે હાર્ટ હેલ્થ બૂસ્ટ: હસ્ત ઉત્તાનાસનમાં હાથોને ઉપર લઈ જતા પાછળની તરફ થોડું નમવામાં આવે છે, જેનાથી છાતી ઉપરની તરફ ઉઠે છે. આ આસન કરતી વખતે ખૂબ જ ઊંડા અને લાંબા શ્વાસ લેવામાં આવે છે, જેનાથી શરીરમાં ઓક્સિજનની માત્રા પણ વધુ પહોંચે છે.

લોહીમાં ઓક્સિજન લેવલ વધવા પર દિલને શરીરમાં ઉર્જા સંચાર માટે વધુ સંઘર્ષ કરવો પડતો નથી, જે તેના દબાણને ઘટાડે છે. આસન દરમિયાન હળવો બેક બેન્ડ, હાર્ટના સેન્ટરને સ્ટિમ્યુલેટ કરે છે, પોશ્ચર સુધારે છે અને બ્રીધિંગ હેબિટ્સને પણ બહેતર બનાવે છે.

વજ્રાસન અને હૃદય મુદ્રા

વજ્રાસન અને હૃદય મુદ્રાથી દિલ અને પાચનને ફાયદા: પાચન સાથે જોડાયેલી સમસ્યા દિલ પર દબાણ લાવી શકે છે. વજ્રાસન પાચનતંત્રને દુરસ્ત રાખીને ખોરાકને સારી રીતે પચવામાં મદદ કરે છે અને આ દબાણની આશંકાને ઘટાડે છે. તેની સાથે જ્યારે હૃદય મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે દિલના ભાગમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે.

આ એક એવી મુદ્રા છે, જે ભાવનાત્મક શાંતિ આપતા, એન્ગ્ઝાયટીને દૂર કરવા માટે જાણીતી છે. આનાથી હાર્ટ સ્ટ્રેસ ઓછો થાય છે અને સ્ટેબલ રિધમ જળવાઈ રહે છે, જે દિલ માટે સારું છે.

વશિષ્ઠાસન

વશિષ્ઠાસન કેવી રીતે કરે છે દિલને મજબૂત: વશિષ્ઠાસન જેને સાઈડ પ્લેન્ક પોઝ પણ કહેવામાં આવે છે, તે હાથ, ખભા અને કોર (Core) ને મજબૂતી આપે છે. ટોન્ડ મસલ્સ ઓક્સિજન ફ્લો અને બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવે છે, જે હાર્ટ પમ્પિંગ પ્રેશરને ઘટાડે છે. આની સાથે જ કોર એન્ગેજમેન્ટને કારણે મેટાબોલિક રેટ બૂસ્ટ થાય છે અને કેલરી વધુ બર્ન થાય છે, જે વજન મેનેજ કરવામાં મદદરૂપ છે. આનાથી મેદસ્વીપણાને કારણે દિલ પર થતી નકારાત્મક અસરની આશંકા ઘટે છે.

વશિષ્ઠાસન સતત કરવાથી દિલની મજબૂતી વધે છે. એટલું જ નહીં, મુદ્રા દરમિયાન શ્વાસ અને શરીર પર કાબૂ રાખતા સંતુલન જાળવવું, દિલને નાની-મોટી શારીરિક પડકારોનો સ્વસ્થ રીતે સામનો કરવા માટે તૈયાર કરે છે.

સિદ્ધ અભ્યાસ

સિદ્ધ અભ્યાસ સતત કરવાના ફાયદા: સિદ્ધ અભ્યાસ ‘માઇન્ડફુલ મોશન્સ’ ની એક સીરીઝ છે, જેમને દરરોજ 28 મિનિટ સુધી સતત કરવામાં આવે છે. અભ્યાસ દરમિયાન કરવામાં આવેલી ક્રિયાઓથી દિલના ધબકારા થોડા વધે છે, જેનાથી કોઈપણ સ્ટ્રેસ વગર સ્ટેમિના બને છે.

રેગ્યુલર પ્રેક્ટિસથી હાર્ટના મસલ્સને મજબૂતી મળે છે, ફેફસાંની ક્ષમતા બહેતર થાય છે, અને પૂરા શરીરમાં ઓક્સિજનના સર્ક્યુલેશનમાં સુધારો આવે છે. સમય જતાં આ અભ્યાસ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને સારી રીતે અને શાંતિથી કામ કરતા રહેવા માટે તૈયાર કરે છે.

સાવધાની

આ સાત આસનોનું કોમ્બિનેશન, જો નિષ્ઠા સાથે રેગ્યુલર પ્રેક્ટિસમાં લાવવામાં આવે તો તેના પરિણામો હાર્ટ હેલ્થ માટે ખૂબ જ સારા સાબિત થાય છે. જોકે, જો તમે કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોવ અથવા તમને પહેલેથી જ દિલની કે અન્ય કોઈ ક્રોનિક ડિસીઝ હોય, તો ડોક્ટરની સલાહ વગર આમને ન અપનાવો.

મારું સૂચન છે કે આમને કરતા પહેલા કોઈ સર્ટિફાઈડ ઇન્સ્ટ્રક્ટર પાસેથી સાચું માર્ગદર્શન લેવું પણ શ્રેષ્ઠ પસંદગી છે, જેથી આસન કરતી વખતે કોઈ ભૂલ ન થાય અને કોઈ કોમ્પ્લિકેશન્સ પણ ઉભા ન થાય.

Share This Article