Longest COVID Case: વિશ્વનો સૌથી લાંબો COVID કેસ, 750 દિવસ સુધી સક્રિય રહ્યો વાયરસ

Arati Parmar
3 Min Read

Longest COVID Case: એક નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતો વ્યક્તિ 750 થી વધુ દિવસ સુધી COVID-19 થી સંક્રમિત રહ્યો. જે વિશ્વનો સૌથી લાંબો કેસ હતો. અમેરિકન સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે, આ સંક્રમણ લોંગ COVID ન હતો, પરંતુ SARS-CoV-2 વાયરસનો સક્રિય તબક્કો હતો, જે બે વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો હતો.

જેમાં વ્યક્તિને શ્વાસ લેવામાં સતત તકલીફ પડતી હતી. તેને પાંચ વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંશોધકો ચેતવણી આપે છે કે, આવા લાંબા સમય સુધી ચેપ દરેક માટે જોખમકારક રહે છે, કારણ કે તે વાયરસમાં ખતરનાક પરિવર્તન થઈ શકે છે. આ અભ્યાસ ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયો હતો.

- Advertisement -
Share This Article