Obesity Science Based Treatment: વજન ઘટાડવું હવે માત્ર ઈચ્છાશક્તિ નહીં પણ વિજ્ઞાન છે! જાણો શું છે નવી ‘GLP-1 RA’ ટેકનિક અને કેવી રીતે તે ઓબેસિટી દૂર કરવામાં મદદ કરે છે

Arati Parmar
4 Min Read

Obesity Science Based Treatment: ઓબેસિટી (મેદસ્વીતા) એ માત્ર વધારે વજનની સમસ્યા નથી, પરંતુ તે એક એવી મેડિકલ કન્ડિશન છે જેમાં શરીરના એનર્જી સ્ટોરેજ અને હોર્મોનલ બેલેન્સ (હોર્મોનનું સંતુલન) પર નકારાત્મક અસર પડે છે. મોર્ડન સાયન્સના દ્રષ્ટિકોણથી ઓબેસિટી શું છે? GLP-1 RA જેવી સારવારની નવી પદ્ધતિઓ કેવી રીતે શરીરનું સંતુલન જાળવીને ઓબેસિટી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે? આ બંને બાબતોને સરળ ભાષામાં સમજાવવા માટે અમે ચાર ભાગની આ ખાસ શ્રેણી લાવ્યા છીએ.

વેઈટ લોસ એ માત્ર ઈચ્છાશક્તિનો ખેલ નથી. ઘણા ભારતીયો માટે આ એક જટિલ પડકાર છે, જેમાં બાયોલોજી, જનીનો (Genes), આર્થિક સ્થિતિ, યોગ્ય વાતાવરણ અને પ્રોફેશનલ મદદનો અભાવ જેવી બાબતો મહત્વની ભૂમિકા ભજવે છે. આ સમસ્યાને ડેટાની મદદથી સમજવા માટે એક દેશવ્યાપી સર્વે કરવામાં આવ્યો. જેમાં ૧૬,૭૪૧ સ્પર્ધકોને વજન અને તેને મેનેજ કરવાની પદ્ધતિઓ વિશે સવાલ પૂછવામાં આવ્યા. સર્વેમાં સામે આવ્યું કે ૧૦ માંથી ૮ લોકોએ જીવનમાં ક્યારેક ને ક્યારેક વેઈટ લોસનો પ્રયત્ન કર્યો હતો. ૮૩% લોકોએ માન્યું કે તેમની વેઈટ લોસ જર્નીમાં કંટ્રોલ અને નિયમિતતા સૌથી મોટા અવરોધ રહ્યા. કેટલાક લોકો હેલ્ધી ડાયટ અને વર્કઆઉટ પછી પણ વજન ઘટાડવામાં સફળ થતા નહોતા. વજન ઘટાડવું મુશ્કેલ છે અને તેને જાળવી રાખવું તેનાથી પણ વધુ કઠિન છે, જેને વિજ્ઞાનની મદદથી સમજી શકાય છે.

- Advertisement -

હોર્મોન અને ભૂખ

ભૂખ લાગવી અને પેટ ભરાઈ ગયું હોવાના સંકેત અસલમાં આપણા મગજમાંથી આવે છે, ખાસ કરીને હાઈપોથેલેમસ (Hypothalamus) માંથી, જે આ બંને ફંક્શનને નિયંત્રિત કરે છે. GLP-1 (Glucagon-like peptide-1) એક કુદરતી હોર્મોન છે જે જમ્યા પછી આંતરડામાંથી નીકળે છે. તે મગજને સંકેત આપે છે કે હવે ખાવાનું બંધ કરો કારણ કે પેટ ભરાઈ ગયું છે. હાઈપોથેલેમસ મગજના GLP-1 રિસેપ્ટર્સ પર કામ કરીને ભૂખ ઘટાડે છે અને પેટ ભરાયાનો અહેસાસ વધારે છે. આ પ્રક્રિયા શરીરમાં વજનનું સંતુલન જાળવવામાં મદદ કરે છે.

GLP-1 RAs: સ્વાસ્થ્યના રક્ષક

ઘણીવાર ખાવાની આદતોને નિયંત્રિત કરવા માટે શરીરને થોડી કડકાઈની જરૂર પડે છે. GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ્સ (GLP-1 RAs) શરીરમાં જઈને GLP-1 હોર્મોનની નકલ કરીને આ જ કામ કરે છે. તે મગજ સાથે જોડાઈને પેટ ભરાયેલું હોવાનો અનુભવ કરાવે છે, બ્લડ શુગર કંટ્રોલ કરે છે અને પાચનની ગતિ ધીમી કરે છે. જ્યારે ભૂખ અને તૃપ્તિનું સંતુલન જળવાય છે, ત્યારે કેલરી ઘટાડવી સરળ બને છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં જાણવા મળ્યું છે કે આના ઉપયોગથી ૧૫-૨૦% સુધી વેઈટ લોસ થઈ શકે છે.

- Advertisement -

“ઓબેસિટી સાથે જોડાયેલા મેડિકલ ફિલ્ડમાં GLP-1 RAs સાયન્સ બેઝ્ડ ટ્રીટમેન્ટની એક મહત્વપૂર્ણ દિશા બની ચૂક્યા છે. જ્યારે આ દવાઓને ડોક્ટરની દેખરેખ હેઠળ લાઈફસ્ટાઈલ અને સારી આદતો સાથે અપનાવવામાં આવે છે, ત્યારે હેલ્ધી વજન જાળવી રાખવાની આશા વધી જાય છે.” — ડો. રાજેશ રાજપૂત, ડાયરેક્ટર, એન્ડોક્રિનોલોજી વિભાગ, મેદાંતા, ગુરુગ્રામ.

તમારી વેઈટ લોસ જર્નીની સાચી શરૂઆત કરવા માટે તમારા ડોક્ટર સાથે વાત કરો અને મેડિકલ વિકલ્પો વિશે જાણકારી મેળવો.

(WHR કેવી રીતે માપવું: મેઝરિંગ ટેપ લો. પહેલા તમારી કમરનો સૌથી પાતળો ભાગ અને પછી હિપ્સનો સૌથી પહોળો ભાગ માપો. કમરના માપને હિપ્સના માપથી ભાગો. ઉદાહરણ તરીકે, જો કમર ૩૦ ઇંચ અને હિપ્સ ૪૦ ઇંચ હોય, તો WHR ૩૦/૪૦ = ૦.૭૫ થશે.)

- Advertisement -
Share This Article