વજનઉતારવાના ઘરગથ્થુ ઉપાયો
અનેકવાર એવું બનતું હોય છે કે ઘણી મહેનત કરવા છતાં પણ વજન ઉતરતુ નથી. ત્યારે આવામાં તમે ખાણીપીણી અને જીવનશૈલીમાં કેટલાક નાના નાના ફેરફાર કરીને સરળતાથી વજન ઉતારી શકો છો. એવી 5 નાની નાની વાતોનું ધ્યાન રાખો જે તમને વજન ઉતારવામાં મદદ કરશે. ખાસ જાણો…
વર્તમાન સમયમાં મોટાપો એ સામાન્ય સમસ્યા જેવો બની ગયો છે. નાના મોટા બધાને મોટાપાએ એક બીમારીની જેમ ઘેરી લીધા છે. આજના સમયમાં દર બીજી વ્યક્તિ પોતાના વધતા વજનથી પરેશાન છે. ખોટી ખાણી પીણી, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, અને કસરત ન કરવાના કારણે મોટાપો જલદી વધે છે. જોવામાં તો ખરાબ લાગે જ છે પરંતુ આ સાથે અનેક ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. મોટાપાના કારણે ડાયાબિટિસ, હાઈબીપી, કોલેસ્ટ્રોલ, અને હ્રદયની બીમારીનું જોખમ વધે છે. વધતા વજનને કંટ્રોલ કરવા માટે લોકો ડાયેટિંગ કરે છે અને કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે. પરંતુ અનેકવાર એવું બનતું હોય છે કે ઘણી મહેનત કરવા છતાં પણ વજન ઉતરતુ નથી. ત્યારે આવામાં તમે ખાણીપીણી અને જીવનશૈલીમાં કેટલાક નાના નાના ફેરફાર કરીને સરળતાથી વજન ઉતારી શકો છો. એવી 5 નાની નાની વાતોનું ધ્યાન રાખો જે તમને વજન ઉતારવામાં મદદ કરશે. ખાસ જાણો…
સાંજે 7 વાગ્યા પહેલા ડિનર
જો તમે વજન ઉતારવા માંગતા હોવ તો સૌથી પહેલા તો સાંજે 7 વાગ્યા પહેલા ડિનર કરી લેવાની આદત પાડો. 7 વાગ્યા પછી ભોજન ન કરો. રાતના ખાવાના અને સૂવાના સમય વચ્ચે લગભગ 3 કલાકનો ગેપ હોવો જોઈએ. જો તમે રાતે મોડેથી ખાઓ તો તે બરાબર પચતું નથી. જેની અસર મેટાબોલિઝમ પર પડે છે જેના કારણે શરીરમાં ફેટ જમા થવા લાગે છે. આથી વજન ઓછું કરવા માંગતા હોવ તો સાંજે જલદી ડિનર કરવાની આદત પાડો.
હળવું ભોજન કરો
રાતે હંમેશા હળવું ભોજન કરવું જોઈએ. વજન ઓછું કરવા માટે ડિનરમાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર વસ્તુઓ સામેલ કરો. રાતે તમે લીલા શાકભાજી, સૂપ, સલાડ અને દાળ ખાઈ શકો છો. જો તમને મોડી રાતે ભૂખ લાગે તો એક કાકડી કે સફરજન ખાઈ શકો છો.
અંધારામાં સૂઈ જાઓ
એક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે જ્યારે આપણે જલદી સૂઈ જઈએ તો મેલાટોનિન હોર્મોન આપણા શરીરમાં બ્રાઉન ફેટ બનાવે છે જે કેલેરી બર્ન કરવામાં મદદરૂપ છે. અંદારામાં સૂઈ જવાથી શરીરમાં મેલાટોનિન વધુ પ્રમાણમાં બને છે જેથી કરીને વજન ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે. આથી રાતે હંમેશા રૂમમાં લાઈટ બંધ કરીને સૂઈ જાઓ. આ સાથે જ સૂતા પહેલા મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ગેઝેટ યૂઝ ન કરો.
હળદરવાળું દૂધ પીઓ
હળદરવાળું દૂધ પણ વજન ઘટાડવામાં અને સારૂં ઊંઘ લાવવામાં મદદરૂપ છે. હળદરમાં થર્મોજેનિક પ્રોપર્ટીઝ હોય છે જેનાથી ફેટબર્ન કરવામાં મદદ મળે છે. આ સાથે જ મેટાબોલિઝમને પણ પ્રોત્સાહન મળે છે. આથી રોજ રાતે સૂતા પહેલા એક ગ્લાસ હળદરવાળું દૂધ પીઓ.
સારી ઊંઘ લો
મોટાપાનું સીધુ કનેક્શન ઊંઘ સાથે પણ છે. વજન ઉતારવા માટે ઓછામાં ઓછી 7 કલાકની ગાઢ ઊંઘ લેવી જરૂરી છે. જો તમારી ઊંઘ પૂરી નહી થાય તો તેનાથી મેટાબોલિઝમ સ્લો થઈ જશે અને તેના લીધે વજન ઉતારવું મુશ્કેલ થશે.