કદાચ લાલ કેળા વિશે પહેલાં સાંભળ્યું નહી હોય.

newzcafe
By newzcafe 3 Min Read

લાલ કેળાના ફાયદા જાણો


 


પીળા કેળા તો ખૂબ ખાધા લાલ કેળા પણ છે સ્વાસ્થ્યનો ખજાનો, કિડની-કેન્સર માટે કારગર


પીળા કેળાની માફક દેખાતા આ કેળાની છાલ લાલ રંગની હોય છે. ઘણા બધા માઇક્રો ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોવાના લીધે દરરોજ એક કેળું ખાવામાં આવે તો તેના ઘણા બધા ફાયદા છે. 


 


કદાચ લાલ કેળા વિશે પહેલાં સાંભળ્યું નહી હોય. પીળા કેળાની માફક દેખાતા આ કેળાનો રંગ લાલ હોય છે. પરંતુ અંદરથી બિલકુલ પીળા કેળા જેવા જ દેખાય છે. તેને ઢાકા બનાનાના નામે લોકો જાણે છે. જોકે આ પીળા કેળા જેટલા મીઠા હોતા નથી પરંતુ હેલ્થ એક્સપર્ટના અનુસાર ઢાકા બનાના એટલે લાલા કેળાને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદા થાય છે. 


 


લાલ કેળાનો સ્વાદ


લાલ કેળાનો સ્વાદ પીળા કેળા જેવો જ હોય છે. તો બીજી તરફ તેની સુગંધ બેરી જેવા ફળની માફક હોય છે. જોકે કાળા કેળાને પુરી રીતે પાક્યા બાદ ખાવા જોઇએ. નહીંતર કાચા લાલ કેળાનો સ્વાદ મળશે નહી.


 


ફાઇબરથી ભરપૂર


લાલ કેળામાં ફાઇબરની માત્રા ખૂબ વધુ હોય છે. એટલા માટે તેને ખાવાથી પેટ ભરેલું રહે છે. એક લાલ કેળામાં 90 કેલરી હોય છે. સાથે જ કાર્બ્સની માત્રા પણ હોય છે. 


 


કિડની માટે ફાયદાકારક 


લાલ કેળામાં હાજર પોટેશિયમ શરીરમાં કિડની સ્ટોનને બનતા રોકે છે. જો આ ઢાકા કેળાને રોજ ખાવામાં આવે તો હાર્ટ ડિસીઝ, કેન્સર જેવી બિમારીઓથી બચવામાં મદદ કરશે. તો બીજી તરફ કેળા હાડકાંમાં કેલ્શિયમની માત્રાને બનાવીને રાખવામાં મદદ કરે છે. 


 


સ્મોકિંગની લત છોડાવવામાં મદદ


સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે પરંતુ લાલ કેળાને ખાવાથી નિકોટિનને લેવાની આદત પર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેગ્નેશિયમ અને પોટેશિયમના લીધે આમ થાય છે. તેને ખાવાથી ઇંસ્ટેન્ટ એનર્જી મળે છે. 


 


બ્લડ પ્યૂરિફાયરનું કરે છે કામ


લાલ કેળામાં વિટામિન બી-6 ની માત્રા હોય છે. જે બ્લડ યૂરિફાઇ કરવામાં અને હીમોગ્લોબિનને વધારવામાં મદદ કરે છે. સાથે જ શરીરમાં સેરોટિનિન હોર્મોનને વધારે છે. એક્સપર્ટના અનુસાર જે લોકોને એમીનિયાની સમસ્યા છે તેમને દરરોજ બેથી ત્રણ લાલ કેળા ખાવાથી રેડ બ્લડ સેલ્સ વધવાનું શરૂ થાય છે. 


 


પાઇલ્સમાં રાહત


લાલ કેળા કબજિયાતની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. ખૂબ વધુ કબજિયાતની સમસ્યાથી થનાર પાઇલ્સમાં આરામ અપાવે છે. લાલ કેળાને દરરોજ લંચ બાદ એક ખાવામાં આવે તો પાઇલ્સમાં આરામ મળે છે. 


 


સ્ટેસ ઘટાડે છે


લાલ કેળામાં પોટેશિયમ ભરપૂર હોય છે. જે હાર્ટ બીટને રિલેક્સ કરે છે. અને શરીરમાં પાણીની માત્રાને ટ્રેસના સમય બનાવી રાખે છે. 

Share This Article