Larry Ellison lifestyle: લૅરી એલિસને થોડા કલાકો માટે એલન મસ્કને પાછળ મૂકીને દુનિયાના સૌથી અમીર વ્યક્તિનો ખિતાબ હાંસલ કર્યો હતો. લૅરી ઓરેકલના સહ-સ્થાપક અને પૂર્વ CEO છે. એલિસન માત્ર ટેક્નોલોજીના બાદશાહ જ નહીં પરંતુ તેમના લક્ઝરી લાઇફસ્ટાઇલ અને અનોખી પસંદગી માટે પણ જાણીતા છે. 70ના દાયકામાં શરૂ થયેલી તેમની સફરે તેમને આજે એ મુકામે પહોંચાડ્યા છે, જ્યાં તેઓ ફક્ત કંપની નહીં પરંતુ પોતાની શખ્સિયતથી પણ દુનિયાને પ્રભાવિત કરે છે.
એલિસન માત્ર એક અબજોપતિ નથી, પરંતુ એવી શખ્સિયત છે જેમણે સાબિત કર્યું કે સપનાઓની કોઈ સીમા નથી હોતી. એક નાનકડા સ્ટાર્ટઅપથી શરૂ કરીને દુનિયાના સૌથી અમીર લોકોમાં સ્થાન મેળવવું, એલિસનની કહાની મહત્ત્વાકાંક્ષા, મહેનત અને ભવ્યતાનો અદ્ભુત મેળ છે. ચાલો જાણીએ એલિસનની સંપત્તિ, તેમની ભવ્ય લાઇફસ્ટાઇલ, કાર કલેક્શન અને આલિશાન ઘર વિશે.
લૅરી એલિસનની કુલ સંપત્તિ
લૅરી એલિસનની કુલ સંપત્તિ અંદાજે 13 થી 14 લાખ કરોડ રૂપિયા માનવામાં આવે છે. તેઓ ફોર્બ્સની અમીરોની યાદીમાં ટોચના 10માં આવતાં રહ્યા છે. તેમની સંપત્તિ શેર બજાર અને ઓરેકલના પરફોર્મન્સ પર આધારીત રહે છે, છતાં તેમની અમીરીનો ગ્રાફ કદી નીચે ગયો નથી. એલન મસ્કને પાછળ મૂકીને તેઓ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા, ભલે થોડા કલાકોમાં જ મસ્કે પોતાનું સ્થાન પાછું મેળવી લીધું.
એલિસનના ઘર અને સંપત્તિ
એલિસનની લક્ઝરી લાઇફસ્ટાઇલનો સૌથી મોટો પુરાવો છે તેમનું હવાઈમાં આવેલું આખું લનાઈ આઇલેન્ડ, જેને તેમણે અંદાજે 300 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. આ ટાપુ પર તેમનું ખાનગી સામ્રાજ્ય છે. ઉપરાંત, કેલિફોર્નિયા, મલિબુ અને વુડલેન્ડ હિલ્સમાં તેમના આલિશાન મકાનો છે. તેમના ઘરોમાં જાપાની આર્કિટેક્ચર અને આધુનિક ટેક્નોલોજીનું અદ્ભુત સંમિશ્રણ જોવા મળે છે.
સેલેરી નહીં, શેરોમાંથી કમાણી
એલિસનની કમાણી ફક્ત સેલેરી પરથી નથી. તેમની સાચી સંપત્તિ ઓરેકલના શેરહિસ્સા અને અન્ય રોકાણોમાંથી આવે છે. તેઓ ટેક્નોલોજી, રિયલ એસ્ટેટ અને લક્ઝરી ઉદ્યોગોમાં રોકાણ કરીને અબજો ડોલર કમાવી ચૂક્યા છે.
એલિસનનો કાર કલેક્શન અને શોખ
લૅરી એલિસન કારોના શોખીન છે. તેમની પાસે ફરારી 458 ઇટાલિયા, ઑડી R8, અકુરા NSX અને લેક્સસ LFA જેવી સુપરકાર્સ છે. ઉપરાંત, તેઓ દુનિયાની સૌથી મોંઘી યાટ્સ અને પ્રાઇવેટ જેટ્સના પણ માલિક છે.
સમુદ્રનો રાજા કહેવાય છે એલિસન
એલિસનને સેલિંગ અને યાટિંગનો ખાસ શોખ છે. તેમની સુપરયાટ્સ Musashi અને Rising Sun દુનિયાની સૌથી મોંઘી યાટ્સમાં ગણાય છે. તેઓ હાઈ-પ્રોફાઇલ પાર્ટીઓ, સેલિબ્રિટી ગેધરિંગ્સ અને એક્સક્લૂસિવ ઇવેન્ટ્સ માટે પણ જાણીતા છે. તેમની પાસે અનેક પ્રાઇવેટ જેટ્સ છે, જેના માધ્યમથી તેઓ દુનિયા ભરમાં પોતાની શાહી હાજરી દર્શાવે છે.