વજન ઘટાડવા માટે પપૈયા ઉપયોગી છે જાણો વિગત
Monday, 18 September 2023
વજન ઘટાડવા માટે પપૈયા ઉપયોગી છે જાણો વિગત
પપૈયામાં એવા ઘણા પોષક તત્વો હોય છે, જે વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. તેમાં ફાઈબરની માત્રા વધુ અને કેલેરી ખુબ ઓછી હોય છે. આ કારણે ચરબી ઘટાડવા અને વજન ઘટાડવામાં પપૈયાનો કોઈ તોડ નથી.
આજકાલ ખરાબ ખાનપાન અને લાઇફસ્ટાઇલને કારણે વજન વધવુ અને મોટાપો સામાન્ય સમસ્યા બની ચુકી છે. તેની કારણે પેટ બહાર નિકળી જાય છે, જે ખરાબ લાગે છે. આ કારણ છે કે લોકો વજન ઘટાડવા માટે અનેક ઉપાયો અજમાવે છે. કલાકો સુધી જિમમાં કસરત કરે છે અને ડાઇટિંગ કરે છે. તેમ છતાં વજન ઘટતું નથી. તેવામાં પપૈયા (Papaya Benefits)તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. પપૈયામાં ઘણા એવા પોષક તત્વો હોય છે, જે વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. તેમાં ફાઇબરની માત્રા વધુ અને કેલેરી ખુબ ઓછી હોય છે. આ કારણે ચરબી ઘટાડવા અને વજન ઉતારવામાં પપૈયા ઉપયોગી છે. તમે તમારી ડાઇટમાં તેને સામેલ કરી શકો છો.
પપૈયાનું જ્યૂસ બનાવી પીવો
જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો પપૈયાનું જ્યૂસ બનાવી પી શકો છો. તેમાં રહેલા પોષક તત્વો શરીરની ચરબી ઘટાડી ફિ્ટનેસ સારી બનાવે છે. પપૈયાનું સેવન પાચન તંત્રને સ્વસ્થ કરવાનું કામ કરે છે.
બ્રેકફાસ્ટમાં પપૈયા કરો સામેલ
વજન ઘટાડવા માટે બ્રેકફાસ્ટમાં પપૈયા સામેલ કરવા જોઈએ. તેનાથી શરીરને એનર્જી મળે છે અને એક્સ્ટ્રા ચરબી ઘટે છે. સવારે નાસ્તામાં પપૈયા કટ કરી તેના પર કાલા નમક અને મરી પાઉડર નાખી ખાઈ શકો છો.
દૂધ અને પપૈયાનું સેવન
બ્રેકફાસ્ટમાં કંઈક હેવી ખાવુ છે તો દૂધ અને પપૈયા ફાયદાકારક છે. મિક્સીમાં એક ગ્સાલ દૂધ અને પપૈસાની સ્લાઇસ નાખી તેને બ્લેન્ડ કરો. તેમાં ડ્રાઇ ફ્રૂટ્સ અને નટ્સ પણ નાખી શકો છો. તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી. જેનાથી વજન ઘટી શકે છે.
પપૈયા અને દહીં ખાવ
પપૈયાને દહીં સાથે મિક્સ કરી ખાવુ ફાયદાકારક માનવામાં આવે છે. તે સ્વાદથી ભરપૂર અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. એક બાઉલ દહીંમાં પપૈયા અને ડ્રાઈ ફ્રૂટ્સ મિક્સ કરી તેનું સેવન કરી શકો છો. તેનાથી શરીરને પોષક તત્વો મળે છે અને વજન પણ ઘટે છે.
