શેરડીના રસથી થાય છે અઢળક ફાયદા…ખાસ જાણો વિગતો
ઉનાળામાં એવી કઈ વસ્તુઓ છે જેનું સેવન કરવું જોઈએ અને શરીરને તરબતોળ કરી દે. એવી ચીજોથી દૂર રહેવું જોઈએ તે શરીરને નુકસાન પહોંચાડે. એક ગ્લાસ શેરડનો રસ તમારા શરીરને એવા એવા ફાયદા આપે છે કે જાણીને દંગ રહી જશો. શરીરને ફીટ અને બીમારીઓથી દૂર રાખવા માટે શેરડીનો રસ ખુબ ઉપયોગી છે. જાણો તેના ફાયદા વિશે…
રોજ એક ગ્લાસ શેરડીનો રસ પીવાથી શરીરને ફ્રેશ રાખવામાં તો મદદ મળે છે સાથે સાથે તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ સહિત મહત્વના પોષકતત્વો હોય છે. ભારતના જાણીતા ન્યૂટ્રિશન એક્સપર્ટ નિખલ વત્સે જણાવ્યું કે રોજ એક ગ્લાસ શેરડીનો રસ પીવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. તેમાં હેપાટોપ્રોટેક્ટિવ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે.
તમારા નબળા શરીરને મજબૂતી આપવામાં પણ તે ખુબ મદદ કરે છે. રોજ પીવાથી બોડીને એનર્જી પણ મળશે અને તમે ફીટ પણ રહેશો. શેરડીનો જ્યૂસ બોડીને હાઈડ્રેટ રાખવામાં ખુબ મદદ કરે છે. બીમારીઓને શરીરથી દૂર રાખવામાં મદદ કરે છે.
શેરડીનો રસ લિવરને હેલ્ધી રાખવા માટે પણ તમારી ખુબ મદદ કરે છે. તેના નિયમિત સેવનથી તમે અનેક બીમારીઓથી બચી શકો છો. શેરડીનો રસ કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે. તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને મેંગેનીઝથી ભરપૂર હોય છે. હાડકાંને મજબૂત બનાવવામાં પણ તે તમારી ખુબ મદદ કરે છે.
દાંતની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ખુબ મદદ મળે છે. મીઠો શેરડીનો રસ ઉનાળામાં ખુબ મદદરૂપ છે. જોન્ડીસને દૂર રાખવામાં પણ મદદ કરે છે. શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે તમારે શેરડીનો રસ જરૂર પીવો જોઈએ.
બેડ કોલેસ્ટ્રોલને દૂર કરીને તમને ફીટ રાખવામાં મદદ કરે છે. ભીષણ ગરમીમાં શેરડીનો રસ ઉર્જા આપવાનું કામ કરે છે. ડિહાઈડ્રેશનથી પણ બચાવે છે.