કેવું અજીબ છે નહીં કે, ભણી ભણીને તૂટી જતા લોકો સામાન્ય જોબ માટે પણ મોટાભાગે ક્વોલિફાઈડ ગણાતા નથી અને 4 પાસ કે નાપાસ કે ફેઈલ કે 7 પાસ લોકો આ કરોડો ભણેલા ગણેલા લોકો પર શાસન કરે.મીન્સ કે એક ક્લાર્ક હોય તે ઓછામાં ઓછો ગ્રેજ્યુએટ હોવો જોઈએ અને દેશની ધુરા સંભાળનાર નેતા ભલેને 7 ચોપડી જ પાસ કેમ ન હોય ? તો પણ જો જનાધાર તેની તરફ વાળવાની તેનામાં તાકાત હોય તો તે તમારા પર સાશન કરી શકે છે.ધેટ મીન્સ કે, અહીં 2 અર્થ સરે છે.પ્રથમ તે કે, આપણે ત્યાં શાસન ધુરા માટે ક્વોલીફીકેશનની જરૂર નથી.અને બીજું કે સ્કિલ હોય તો તમે ટોળા પર રાજ કરી શકો છો.ભારતમાં આજેપણ અભણ લોકો નેતાગીરીમાં અવ્વ્લ નમ્બરે છે અને લોકોને તેનો કોઈ વાંધો પણ નથી તે પણ એક જમીની હકીકત છે.અને આ લખવા પાછળનો આશય છે હાલના ADR રિપોર્ટ મુજબ,લોકસભા ચૂંટણી લડી રહેલા 8,360 ઉમેદવારોમાંથી 8,337ની શૈક્ષણિક લાયકાતનું વિશ્લેષણ કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે.જેમાંથી 121 જેટલા ઉમેદવારોએ પોતાને અભણ જાહેર કર્યા છે. 359એ જણાવ્યું છે કે તેઓ 5મા ધોરણ સુધી ભણ્યા છે, જ્યારે 647 ઉમેદવારોએ તેમના શિક્ષણનું સ્તર 8મા ધોરણ સુધી જણાવ્યું છે.
લોકસભા ચૂંટણી 2024 એડઆર રિપોર્ટ 121 ઉમેદવારો અભણ 359 ઉમેદવારો 5મું ધોરણ પાસ
ચૂંટણી મોનિટરિંગ સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટ અનુસાર, લોકસભા ચૂંટણી લડી રહેલા લગભગ 121 ઉમેદવારોએ પોતાને અભણ જાહેર કર્યા છે. 359એ જણાવ્યું છે કે તેઓ 5મા ધોરણ સુધી ભણ્યા છે, જ્યારે 647 ઉમેદવારોએ તેમના શિક્ષણનું સ્તર 8મા ધોરણ સુધી જણાવ્યું છે. લગભગ 1,303 ઉમેદવારો 12મું પાસ છે. 1,502 ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી છે. પીએચડી કરનારા ઉમેદવારોની સંખ્યા 198 છે.
ADRએ ચૂંટણી લડી રહેલા 8,360 ઉમેદવારોમાંથી 8,337ની શૈક્ષણિક લાયકાતનું વિશ્લેષણ કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. દરેક તબક્કે ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. પાંચ તબક્કા પૂર્ણ થયા છે. છઠ્ઠો અને સાતમો લેગ અનુક્રમે 25 મે અને 1 જૂને યોજાશે. 4 જૂને મતગણતરી થવાની છે.
પાંચમા તબક્કાના મતદાનમાં મહિલાઓની વધુ ભાગીદારી 62.2 ટકા હતી.
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં કુલ 62.2 ટકા મતદાન થયું હતું. ઓડિશાની કંધમાલ લોકસભા સીટના બે પોલિંગ બૂથ પર ગુરુવારે ફરીથી મતદાન થશે. આનાથી કુલ મતદાનના આંકડા બદલાઈ શકે છે. ચૂંટણી પંચે ગુરુવારે અંતિમ આંકડા જાહેર કર્યા હતા.
પંચના જણાવ્યા અનુસાર, છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર કુલ 8.95 કરોડથી વધુ લાયક મતદારો હતા, જેમાં 4.69 કરોડ પુરૂષો, 4.26 કરોડ મહિલાઓ અને 5,409 ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે. પુરુષો કરતાં મહિલાઓની ભાગીદારી વધુ હતી. 61.48 ટકા પુરુષો અને 63 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. બિહાર અને ઝારખંડમાં પુરૂષ અને મહિલા મતદાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો. બિહારમાં 52.42 ટકા પુરુષોની સામે 61.58 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. તેવી જ રીતે, ઝારખંડમાં 58.08 ટકા પુરુષોની સરખામણીમાં 68.65 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું.
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 38.22 ટકા મતદાન થર્ડ જેન્ડર કેટેગરીમાં થયું હતું. 2019ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 64.16 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ સાત રાજ્યોની 51 બેઠકો પર મતદાન થયું.
by : Reena brahmbhatt