નવી દિલ્હી,તા.25 : આધાર કાર્ડ અંગે સુપ્રીમ કોર્ટ તરફથી આજે એક મોટો ફેંસલો આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કરી દીધું છે કે, આધાર કાર્ડને ઉંમર માટે પર્યાપ્ત દસ્તાવેજ માની શકાય નહીં.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે પંજાબ-હરિયાણા હાઈકોર્ટનાં તે આદેશને નકારી કાઢયો હતો જેમાં માર્ગ અકસ્માતનાં પીડિતને વળતર આપવા માટે વય નિર્ધારિત કરવા માટે આધાર કાર્ડને સ્વીકાર કરી લેવામાં આવ્યું હતું.
ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુઈયાની પીઠે કહ્યું હતું કે, કિશોર ન્યાય અધિનિયમ 201પની કલમ 94 હેઠળ મૃતકની ઉંમર શાળા છોડયાનાં પ્રમાણપત્રમાં ઉલ્લેખિત જન્મ તારીખથી નિર્ધારિત કરવી જોઈએ. અદાલતે કહ્યું હતું કે, વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આધારનો ઉપયોગ કરી શકાય છે પણ જન્મ તારીખ માટે તે આધારભૂત પ્રમાણ નથી.

