અમદાવાદમાં કોંગ્રેસ ઓફિસ પર રાહુલ ગાંધીના નિવેદન બાદ બજરંગદળે હંગામો કર્યો,

Reena Brahmbhatt
1 Min Read

અમદાવાદ : કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ગઈ કાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુઓ વિશે કંઈક એવું કહ્યું, જેના પછી તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના હિંદુઓ અંગેના નિવેદન બાદ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. મોડી રાત્રે ગુજરાતમાં પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ દેખાવો શરૂ થયા હતા. બજરંગ દળના કાર્યકરોએ અમદાવાદમાં રાહુલ ગાંધી વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે.

ગુજરાતમાં પણ રાહુલ ગાંધીનો વિરોધ

- Advertisement -

cogress office ahmedabad

રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા નિવેદને તેમના માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. દિલ્હીમાં વિપક્ષી નેતાઓના વિરોધનો સામનો કર્યા બાદ હવે રાહુલ ગાંધીને ગુજરાતમાં પણ વિરોધનો સામનો કરવો પડશે. મોડી રાત્રે બજરંગ દળના કાર્યકરો અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યાલયમાં પ્રવેશ્યા હતા અને ત્યાં પોસ્ટરો લગાવ્યા હતા. આ સિવાય રાહુલ ગાંધીના ચહેરા પર પહેલાથી જ લગાવેલા બોર્ડ પર પણ કાળી શાહી લગાવવામાં આવી હતી.

- Advertisement -
Share This Article