Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રમાં શોકનો માહોલ: વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન, બારામતી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ વખતે સર્જાયો કરુણ અકસ્માત

Arati Parmar
1 Min Read

Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત ૫ લોકોના નિધન થયા છે. અજિત પવાર પોતાના ખાનગી વિમાન દ્વારા બારામતી જઈ રહ્યા હતા. અહેવાલો મુજબ, અજિત પવાર આજે ચાર જરૂરી જાહેર સભાઓમાં ભાગ લેવા માટે બારામતી ગયા હતા. પ્લેન બારામતી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગના પ્રયાસ દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ આ અકસ્માતમાં કોઈ બચી શક્યું નથી. આ ઘટના સવારે લગભગ ૯ વાગ્યે બની હતી, પ્લેન મુંબઈથી ઉડાન ભર્યાના એક કલાક બાદ જ અકસ્માતનો શિકાર બન્યું હતું.

DGCA ના જણાવ્યા અનુસાર, અજિત પવારની સાથે પ્લેનમાં અન્ય બે લોકો અને ૨ ક્રૂ મેમ્બર પણ હતા. પ્રાથમિક માહિતી મુજબ, પ્લેનમાં સવાર કોઈ પણ વ્યક્તિ આ ક્રેશમાં બચી શકી નથી.

- Advertisement -
Share This Article