આ ટ્રેનના તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ 13મી જુલાઈના રોજ પાટણ-ભાવનગર વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09489/09490 પાટણ-ભાવનગર-પાટણ અનરિઝર્વ્ડ સ્પેશિયલ, ટ્રેન નંબર 09489 પાટણ-ભાવનગર સ્પેશિયલ 13 જુલાઈના રોજ સવારે 03.00 કલાકે પાટણથી ઉપડશે અને સવારે 10.20 કલાકે ભાવનગર પહોંચશે.
તેવી જ રીતે ટ્રેન નંબર 09490 ભાવનગર-પાટણ સ્પેશિયલ 13મી જુલાઈના રોજ પાટણથી 20:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.00 કલાકે પાટણ પહોંચશે. રૂટ પર બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પેરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનના તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.

