ફરી કરોડોની કિંમતના ચરસનાં નવ પેકેટ મળ્યાં

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

ભુજ, તા. 12 : કચ્છમાં બિનવારસુ માદક પદાર્થનાં પેકેટ મળવાનો સિલસિલો ફરી ચાલુ થયો છે. કડુલી-પિંગલેશ્વર વચ્ચે દરિયાકિનારેથી 10 ચરસનાં પેકેટ?મળ્યાં બાદ ફરી આવાં જ નવ પેકેટ સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી જખૌ મરીન પોલીસને મળ્યા છે અને આ ચરસ પણ પેકેટ પ્રમાણે કડુલી પાસેથી મળેલા ચરસના જથ્થા જેવું જ પ્રથમ શ્રેણીનું હોવાથી તેની કિં. રૂા. 4.50 કરોડ હોવાની સંભાવના દર્શાવાઇ?છે. દ્વારકા પાસે પણ આવા જ પેકેટસ મળી રહ્યાં છે.

આમ, આ એક જ જથ્થો હોવાની પૂરી સંભાવના છે.ગઇકાલે જખૌ મરીન પોલીસ અને એસઆરડીના સભ્યો પેટ્રોલિંગમાં હતા ત્યારે સૈયદ સુલેમાનપીર ટાપુ પર દરિયાકાંઠે વિખરાયેલી હાલતમાં માદક પદાર્થના નવ પેકેટ મળ્યાં હતાં. એક પેકેટ?આશરે એક કિલોગ્રામનો છે. આ માદક પદાર્થ ક્યા પ્રકારનો છે તેનું પૃથક્કરણ કરવાનું બાકી છે, પરંતુ મળેલા આ પેકેટ થોડા દિવસ પૂર્વે કડુલી પાસેથી મળેલા ચરસ જેવા પેકિંગવાળા છે. આમ, આ જથ્થો પણ?તેમાંનો જ હોવાની શક્યતા પોલીસે દર્શાવી છે. કોઠારા પોલીસે એફ.એસ.એલ. કરાવતાં તે જથ્થો અફઘાની ચરસ પ્રથમ શ્રેણીનું ખુલ્યું હતું અને તેની એક કિલોની આંતરરાષ્ટ્રીય બજાર કિં. રૂા. 50 લાખ છે.

- Advertisement -

Abandoned packets of charas

અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા બાજુ પણ થોડા દિવસ પૂર્વે અને બે દિવસ પહેલાંય આવા જ મોંઘેરા ચરસનાં પેકેટ દરિયાકિનારે આ રીતે મળ્યાં હતાં. આમ, અરબસાગરમાં ઠલવાયેલા આ માદક પદાર્થના પેકેટ દરિયાનાં મોજાં સાથે તરીને અલગ-અલગ કાંઠે આ રીતે મળી રહ્યાની શક્યતા સામે આવી રહી છે. આ માદક પદાર્થની હેરાફેરીએ અરબસાગરમાં ફરી માથું ઊંચક્યાનું સામે આવ્યું છે અને આવનારા દિવસોમાં વધુ જથ્થો મળવાની પણ સંભાવના જોવાઇ રહી છે.

- Advertisement -
Share This Article