Rajya Sabha MPs Will Get A Range Of Gadget : રાજ્યસભા સાંસદો માટે સુવિધાઓનું નવું પેકેજ, સ્માર્ટ ટીવીથી લઈ કોમ્પ્યુટર-હેડફોન સુધી

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Rajya Sabha MPs Will Get A Range Of Gadget : કેન્દ્ર સરકારે રાજ્યસભાના સાંસદોને સ્માર્ટ બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સાંસદોને લેપટોપ સહિતના અનેક ગેઝેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 23 મે-2025ના રોજ એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યસભાના સભ્યોને કમ્પ્યુટર સાધનો માટે નાણાકીય હક આપવાની યોજના હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના વિશેની માહિતી રાજ્યસભા બુલેટિનમાંથી સાંસદોને આપવામાં આવી છે.

સાંસદોને કયા કયા ગેઝેટ્સ અપાશે?

- Advertisement -

ડેસ્કટોપ કોમ્પ્યુટર
લેપટોપ કોમ્પ્યુટર
પેન ડ્રાઇવ
પ્રિંટર (ડેસ્કજેટ/લેસરજેટ/મલ્ટી-ફંક્શન/પોર્ટેબલ)
સ્કેનર
યુપીએસ (ફક્ત ડેસ્કટોપ સાથે)
હેન્ડહેલ્ડ કોમ્યુનિકેટર/કમ્પ્યુટર/સ્માર્ટ ફોન
ડેટા ઇન્ટરનેટ કાર્ડ

Share This Article