આઈ પી એલ ની મેચમાં ધોનીને ભેટનાર યુવક ભાવનગરનો, પોલીસે ગુનો નોંધ્યો

Reena Brahmbhatt
1 Min Read

અમદાવાદ, તા. 11 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આઇપીએલની મેચમાં ફરી એક વાર અમદાવાદ પોલીસની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. શુક્રવારે રમાયેલી મેચ દરમિયાન ભાવનગરનો યુવક તમામ સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પહોંચી ગયો હતો અને મહેન્દ્રસિંહ ધોનીને પગે લાગી ભેટી પડ્યો હતો. અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં આ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

DhoniPCX vb 85

- Advertisement -

આ યુવક ભાવનગરનો હોવાનું અને તેનું નામ જય જાની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે યુવક સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરુ કરી છે. નોંધનીય છે કે ગઇકાલે રાત્રે અમદાવાદ ખાતે રમાયેલી ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીનો ચાહક સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પહોંચી ગયો હતો અને મહેન્દ્રસિંહ ધોનીને મળીને પગે પડી ગયો હતો અને ત્યારબાદ ભેટી પડ્યો હતો. જો કે ત્યારબાદ સુરક્ષા અધિકારીઓ પણ મેદાનમાં પહોંચ્યા હતા અને આ યુવકને પકડી લીધો હતો. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ આ જ પ્રકારે ચાલુ મેચમાં એક પેલેસ્ટિયન યુવક પણ મેદાનમાં પહોંચી ગયો હતો.

Share This Article