હરિયાણામાં સીએમ પદના ઉમેદવારની શોધની કવાયત

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 6 : સત્તાના સંગ્રામમાં કોણ મેદાન મારશે, તેવા સવાલના જવાબરૂપ એક્ઝિટ પોલના વર્તારાઓ બાદ હરિયાણા તેમજ કાશ્મીરમાં સરકાર રચના અને મુખ્યપ્રધાનની પસંદગી માટેની કવાયતો શરૂ થઈ ચૂકી છે. હરિયાણામાં સિરસા સાંસદ કુમારી શૈલજા મુખ્યપ્રધાન પદના પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે.

election hariyana

- Advertisement -

આમ તો હરિયાણામાં મુખ્યમંત્રી પદના ત્રણ પ્રમુખ દાવેદાર ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, કુમારી શૈલજા અને રણદીપસિંહ સુરજેવાલા પોતપોતાના સમર્થકોને એકજૂટ રાખીને રણનીતિ ઘડી રહ્યા છે. બીજી તરફ કાશ્મીરમાં મહેબુબા મુફતીના પક્ષ પીડીપીએ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જોડાણ સાથે હાથ મિલાવવાની તૈયારી બતાવી છે.

કેસરિયાપક્ષે પણ એક્ઝિટ પોલના વર્તારા ખોટા પડશે અને હરિયાણામાં સતાની હેટ્રીક કરશું તેવા દાવા સાથે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. ભાજપના મહામંત્રી તરુણચુગે દાવો કર્યો હતો કે, અમારો પક્ષ જમ્મુ-કાશ્મીર તેમજ હરિયાણામાં પુર્ણ બહુમતથી સરકાર રચશે. અત્યારે તો રાજકીય પક્ષો અને મુખ્યપ્રધાન પદના દાવેદારો એકમેકને સાધવા સમર્થકોને સાચવવાના પ્રયાસો કરી, સત્તા મેળવવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આઠમી ઓક્ટોબરના બેય રાજયનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

- Advertisement -
Share This Article