ED Raid Sarvapriya Vihar: સર્વપ્રિય વિહારમાં ED ના દરોડામાં મળ્યો ખજાનો, ₹૫ કરોડની રોકડ ગણવા મશીનો મંગાવવા પડ્યા, સોના-હીરાના ઘરેણાં જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા!

Arati Parmar
1 Min Read

ED Raid Sarvapriya Vihar: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના સર્વપ્રિય વિહારમાં મની લોન્ડરિંગના એક મોટા કેસ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. 30 ડિસેમ્બર 2025 ના રોજ શરૂ થયેલું આ સર્ચ ઓપરેશન (તલાશી અભિયાન) હજુ પણ ચાલુ છે, જેમાં ED ને અત્યાર સુધીમાં કરોડોની સંપત્તિ અને રોકડનો ખજાનો હાથ લાગ્યો છે.

આ દરોડા દરમિયાન તપાસ અધિકારીઓએ ₹5.12 કરોડની માતબર રોકડ રકમ જપ્ત કરી છે, જેની ગણતરી કરવા માટે બેંક અધિકારીઓને ખાસ રીતે કેશ કાઉન્ટિંગ મશીનો સાથે ઘટનાસ્થળે બોલાવવા પડ્યા હતા. રોકડની સાથે સાથે, ED એ એક સૂટકેસ ભરીને સોના અને હીરાના દાગીના પણ જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત લગભગ ₹8.80 કરોડ આંકવામાં આવી રહી છે.

- Advertisement -

આ ઉપરાંત, એક બેગમાંથી અનેક ચેક બુક અને મિલકતોને લગતા મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જેની કુલ અંદાજિત કિંમત ₹35 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. હાલમાં, ED ની ટીમ આ દસ્તાવેજોની તપાસ કરી રહી છે અને કેસની તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

Share This Article