Tamil Nadu ED Raid: ચેન્નઈ પોલીસે ધારાસભ્ય હોસ્ટેલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ દ્વારા કરાયેલા દરોડાના સંદર્ભમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઈડી દ્વારા આ કાર્યવાહી તમિલનાડુ સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી આઈ. પેરિયાસામી અને તેમના દીકરા પલાની બેઠકના ધારાસભ્ય આઈપી સેંથિલ કુમારની સંપત્તિને લઈને કરવામાં આવી છે. આ બંને ધારાસભ્ય પિતા-પુત્ર સામે મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે.
EDની કાર્યવાહી
મળતી માહિતી મુજબ, ઈડીએ એકસાથે ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં મંત્રીનું ડિંડીગુલ સ્થિત આવાસ, તેમના દીકરાનું પલાની સ્થિત આવાસ અને ડિંડીગુલના શિવાજી નગર સ્થિત તેમની દીકરીનું ઇંદરાનીનું ઘર પણ સામેલ છે. આ સર્ચ ઓપરેશન પહેલાં ધારાસભ્યના પ્રભાવને ધ્યાનમાં રાખીને, અર્ધલશ્કરી દળોની ટીમોએ સવારે ત્રણેય વિસ્તારોને ઘેરી લીધા હતા, ત્યારબાદ ટીમ ત્યાં પહોંચી અને કલાકો સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.
નોંધનીય છે કે, જે મામલે પેરિયાસામી અને તેમનો પરિવારની ઈડી તપાસ કરી રહી છે, આ કેસ કોર્ટમાં પણ પેન્ડિંગ છે. 18 ઓગસ્ટે આ મામલે કોર્ટમાં સુનાવણી થશે.
ડીએમકેમાં રોષ
તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેએ સોમવારે પેરિયાસ્વામી પરિવાર સામેની તપાસને ‘કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કથિત વોટ ચોરી અભિયાન પરથી ધ્યાન હટાવવાનું કાવતરું’ ગણાવ્યું હતું. ડીએમકેના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘પાર્ટી ન તો EDથી ડરશે કે ન તો મોદીથી.’
પાર્ટીનો ED પર આરોપ
પાર્ટી દ્વારા જાહેર કરેલા નિવેદનમાં ભારતીએ કહ્યું કે, ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો પ્રયોગ ચૂંટણીના ઉપકરણના રૂપે કરી રહી છે. તેઓ સતત વિપક્ષી પાર્ટીઓ પર મની લોન્ડરિંગનો આરોપ સતત વોટ ચોરીનું રાજકારણ કરી રહી છે. ચૂંટણી પંચનો ઉપયોગ કરીને ભાજપનો ચૂંટણીમાં છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. દેશ આનાથી ચોંકી ગયો છે. મત ચોરીથી ધ્યાન હટાવવા માટે, ED પેરિયાસામી સાથે જોડાયેલા સ્થળો પર તપાસ કરી રહી છે.’
જણાવી દઈએ કે, ED અને ભાજપ વિરોધી રાજ્ય સરકારો વચ્ચેનો સંઘર્ષ નવો નથી. પશ્ચિમ બંગાળની મમતા સરકાર પણ સતત ED અધિકારીઓને નિશાન બનાવે છે. મમતાએ આરોપ લગાવ્યો કે, ભાજપ પોતાના અંગત ફાયદા માટે EDનો ઉપયોગ કરે છે.