મહારાષ્ટ્રના ચાર અગ્રણી ઉમેદવારોને ચૂંટણી પંચની નોટિસ

Reena Brahmbhatt
2 Min Read

મહાવિકાસ અઘાડીના અમોલ કોલ્હેએ 15 લાખ 67 હજાર 368 રૂપિયાનો ખર્ચ રજૂ કર્યો છે.

આ નોટિસ મહાવિકાસ અઘાડીના શિરુર લોકસભાના ઉમેદવાર અમોલ કોલ્હે, પુણે લોકસભા મતવિસ્તારના રવીન્દ્ર ધાંગેકર, બીજેપીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનના શિરુર ઉમેદવાર શિવાજીરાવ પાટીલ અને પુણેના ઉમેદવાર મુરલીધર મોહોલને જારી કરવામાં આવી છે.

- Advertisement -

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં પુણે અને શિરુર લોકસભા મતવિસ્તારના ઉમેદવારોના પ્રચાર ખર્ચની પ્રથમ તપાસ 3 મેના રોજ હાથ ધરવામાં આવી હતી. આ મુજબ ઉમેદવારો દ્વારા આપવામાં આવતા દૈનિક ખર્ચ અને ચૂંટણી વિભાગ દ્વારા નોંધાયેલા ખર્ચમાં વિસંગતતા જોવા મળી છે. શિરુર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનના ઉમેદવાર શિવાજીરાવ પાટીલે 19 લાખ 62 હજાર 160 રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો છે, જ્યારે ચૂંટણી વિભાગના રજિસ્ટરમાં 43 લાખ 90 હજાર 81 રૂપિયાનો ખર્ચ નોંધવામાં આવ્યો છે.

મહાવિકાસ અઘાડીના અમોલ કોલ્હેએ 15 લાખ 67 હજાર 368 રૂપિયાનો ખર્ચ રજૂ કર્યો છે. ચૂંટણી વિભાગ દ્વારા 35 લાખ 22 હજાર 871 રૂપિયાનો ખર્ચ નોંધવામાં આવ્યો છે. કોલ્હેના ચૂંટણી ખર્ચમાં 13 લાખ 54 હજાર 3 રૂપિયાનો તફાવત છે. પૂણે લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનના ઉમેદવાર મોહોલે 33 લાખ 13 હજાર 402 રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા નોંધાયેલા ખર્ચ અને મોહોલ દ્વારા કરાયેલા ખર્ચ વચ્ચે અંદાજે 27 લાખ 24 હજાર 232 રૂપિયાનો તફાવત છે. ધાંગેકરના ખર્ચનો મહાવિકાસ આઘાડીનો હિસાબ પણ કમિશનના રજિસ્ટર સાથે મેળ ખાતો નથી.

- Advertisement -
Share This Article