Food Crisis: પૈસા હશે… પણ ખાવા માટે અનાજ જ નહીં મળે તો? અનાજના ફાફા પડશે તેવી સ્થિતિ આવી શકે છે.
આજની મોંઘવારીમાં જૈની પાસે પૈસા છે તે કહેશે
“ભાવ ગમે તેટલા વધે, પૈસા આપીશું અને અનાજ ખરીદી લઈશું.”
પણ જરા વિચારો…
જો અનાજ નુ ઉત્પાદન જ સાવ ધટી જાય તો? પૈસા ગમે એટલા ખર્ચો પણ ચીઝ વસ્તુઓ હોય જ નહી તો?
વેલ, આ આખી સ્થિતિ સમજવા હાલની આપદા ઓ સમજો,નેપાળમાં પૂર જેવી કુદરતી આફતો,
ક્યાંક ગ્લેશિયર પીગળવાની અસર,
ક્યાંક ભયંકર દુકાળ,
ક્યાંક અતિશય વરસાદથી પાક બરબાદ,
અને બીજી તરફ યુદ્ધો તથા બદલાતું હવામાન…
આ બધું મળીને દુનિયાના Food Supply માટે મોટો પડકાર ઊભો કરી શકે છે.
આજે સમસ્યા છે “અનાજ મોંઘું છે”.
પણ આવતીકાલે પ્રશ્ન એવો પણ હોઈ શકે
“અનાજ ખરીદવા પૈસા તો છે… પણ અનાજ મળશે ક્યાંથી?”
કારણ કે પૈસા અનાજ બનાવી શકતા નથી.
ખેતરમાં પાક ઊગવો જરૂરી છે.
પાણી જોઈએ.
યોગ્ય હવામાન જોઈએ.
ખેડૂત જોઈએ.
સપ્લાય ચેઇન જોઈએ.
આમાંથી એક પણ કડી મોટા પાયે તૂટે તો બજારમાં પૈસા હોવા છતાં પુરવઠો ખોરવાઈ શકે છે.
અને જ્યારે દેશો પોતાનો ખાદ્ય પુરવઠો બચાવવા માટે નિકાસ પર નિયંત્રણ મૂકવા લાગે, ત્યારે બીજા દેશો માટે મુશ્કેલી વધુ વધી શકે છે.
એટલે આવનારી લડાઈ માત્ર મોંઘવારી સામે નહીં હોય…
આવતીકાલની સૌથી મોટી લડાઈ કદાચ “અનાજ કોણ પાસે છે?” તેની હોઈ શકે છે.
સરકારો માટે પડકાર માત્ર ભાવ કાબૂમાં રાખવાનો નહીં,
પરંતુ દેશ પાસે પૂરતું અનાજનો સ્ટોક, મજબૂત ખેતી, પાણી અને સુરક્ષિત Food Supply Chain રાખવાનો છે.
કારણ કે…
“પૈસા વગર માણસ ભૂખ્યો રહી શકે છે…
પણ પૈસા હોવા છતાં અનાજ જ ન મળે,
તો પૈસાનું પણ શું કામ?”
દુકાળ હોય કે પૂર, ગ્લેશિયરનું પીગળવું હોય કે હવામાનનો પ્રકોપ—
પ્રશ્ન એક જ છે:
આવતી અનાજની કટોકટી સામે આપણને કોણ બચાવશે?

