Haji Mastan Daughter News: હાજી મસ્તાનની દીકરીએ પીએમ મોદી પાસે માંગી મદદ! ‘નાની ઉંમરે રેપ થયો અને પ્રોપર્ટી માટે કરાઈ છેતરપિંડી’, હસીન મિર્ઝાનો ચોંકાવનારો ખુલાસો

Arati Parmar
4 Min Read

Haji Mastan Daughter News: મુંબઈના પહેલા ડોન હાજી મસ્તાનની પુત્રી હસીન મિર્ઝાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે ન્યાય અપાવવાની માંગ કરી છે. હસીન મિર્ઝાએ કહ્યું છે કે આ મારી વાર્તા છે, મારા પિતાની નહીં. હસીન મિર્ઝાનું કહેવું છે કે એ સાચું છે કે હું ડોન હાજી મસ્તાનની પુત્રી છું. હું વિનંતી કરું છું કે મારી સાથે જે કંઈ પણ થયું, તેને તેમની સાથે જોડવામાં ન આવે. દરરોજ બાળકોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે. રમખાણો થઈ રહ્યા છે. મેં અપીલ કરી છે કે કાયદા એટલા સખત હોવા જોઈએ કે લોકો ગુનો કરતા ડરે. ૧ માર્ચ, ૧૯૨૬ ના રોજ તમિલનાડુમાં જન્મેલા મસ્તાન આઠ વર્ષની ઉંમરે પોતાના પિતા સાથે મુંબઈ આવ્યા હતા. ૧૯૬૦ અને ૧૯૭૦ ના દાયકામાં હાજી મસ્તાનને મુંબઈનો ડોન માનવામાં આવતો હતો. હાજી મસ્તાનના જીવન પર ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ’ બોલિવૂડ ફિલ્મ પણ બની છે. હાજી મસ્તાનનું મૃત્યુ ૨૫ જૂન, ૧૯૯૪ ના રોજ મુંબઈમાં હાર્ટ એટેક આવવાથી થયું હતું. હાજી મસ્તાને મુંબઈમાં રોબિનહુડની છબી બનાવી હતી.

પિતાના નામને વચ્ચે ન ઘસેડો

હાજી મસ્તાનની પુત્રી હસીન મસ્તાન મિર્ઝાનું કહેવું છે કે મને ઘણું ખરાબ લાગે છે જ્યારે પપ્પાને આ રીતે અન્ડરવર્લ્ડ ડોન તરીકે બોલાવવામાં આવે છે. તેમની આ પ્રકારની હેડલાઈન્સ આવે છે. હું તેમની દીકરી છું એટલે તેમનું નામ લેવામાં આવે છે. અન્ડરવર્લ્ડ ડોન હાજી મસ્તાનની પુત્રી હસીન મસ્તાન મિર્ઝાએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે શોષણ અને પ્રોપર્ટી ચોરીના એક કેસમાં ન્યાયની ગુહાર લગાવી છે. સાથે સાથે તેમણે ચોંકાવનારો દાવો કર્યો છે કે નાની ઉંમરે મારો રેપ થયો. પછી મામાના દીકરા સાથે જબરદસ્તીથી લગ્ન કરાવી દેવામાં આવ્યા. હસીન મિર્ઝાનું કહેવું છે કે પ્રોપર્ટી પર દાવો કરવા માટે તેની ઓળખ ચોરવામાં આવી. છેતરપિંડી થઈ. હસીનનો આરોપ છે કે તેની સાથે જે વ્યક્તિએ લગ્ન કર્યા, તેણે પહેલા અને પછી અનેક લગ્નો કર્યા છે. હસીન મિર્ઝાએ પહેલા ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો. હવે તેમણે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાની સાથે થયેલા અન્યાયની દાસ્તાન વર્ણવી છે. હસીન મિર્ઝાનું કહેવું છે કે હું તેમની પુત્રી જરૂર છું, પરંતુ આ મારો અંગત સંઘર્ષ છે. તેણે એમ પણ કહ્યું કે તેના પિતાએ પોતાના જીવનમાં ઘણા સારા કામ કર્યા અને તે જ મૂલ્યોને કારણે તે આજે પણ પોતાને સુરક્ષિત અનુભવે છે.

- Advertisement -

બે વર્ષ પછી લગ્નની ખબર પડી

હસીન મિર્ઝાનું કહેવું છે કે મને બે વર્ષ પછી ખબર પડી સાથે જ કહ્યું કે મારા લગ્ન મારા મામાના દીકરા સાથે થયા હતા, આ ઘટના ૧૯૯૬ માં બની હતી, તેણે પ્રોપર્ટી માટે મારો રેપ કર્યો અને મને બે વર્ષ પછી ખબર પડી કે મારા પિતા ગુજરી ગયા છે, મેં ત્રણ વાર આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો, આ સિવાય કહ્યું કે લગ્ન માનવાનું દબાણ માતા પર પણ નાખવામાં આવ્યું. તેમને પરિવારથી દૂર રાખવામાં આવ્યા, પિતાના મૃત્યુના ૨ વર્ષ પછી તેમને ખબર પડી, જોકે ત્યારબાદ મને લાગ્યું કે મારી પાસે કોઈ ઓપ્શન નથી. હસીન મિર્ઝાનું કહેવું છે કે વર્ષોથી ન્યાય માટે ભટકી રહી છે, પરંતુ અત્યાર સુધી તેને ન્યાય મળ્યો નથી. હસીન મુજબ આરોપી વ્યક્તિ તેના પહેલા આઠ વાર લગ્ન કરી ચૂક્યો હતો. હસીનનું કહેવું છે કે તે આ બધું માત્ર પ્રોપર્ટી માટે નથી કરી રહી પરંતુ જે અન્યાય થયો છે તેની સામે લડી રહી છું. પિતાનું નામ ઘસેડવા પર દુઃખ વ્યક્ત કરતા હસીને મીડિયા અને લોકોને અપીલ કરી કે તેમના આ કેસમાં તેમના પિતા હાજી મસ્તાનનું નામ વારંવાર ન ઘસેડવામાં આવે. તેણે કહ્યું કે આ મારા પિતાની વાર્તા નથી. આ બધું તેમના મૃત્યુના બે વર્ષ પછી થયું.

Share This Article