નવી દિલ્હી : દેશના અનેક રાજ્યો છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ(Monsoon 2024)વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાન સહિત 22 રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

જેમાં ગુજરાતમાં આગામી બે દિવસ સુધી વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે પશ્ચિમ રાજસ્થાન અને આંદામાન નિકોબાર ટાપુઓમાં અને ગુરુવારે પશ્ચિમ રાજસ્થાન, કેરળ અને ઓડિશામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

