સિરસાથી લોકસભા સાંસદ સેલજા એક દલિત નેતાની છબી ધરાવે છે. સેલજાને તેમના પિતા ચૌધરી દલબીર સિંહ પાસેથી રાજકારણ વારસામાં મળ્યું છે. અંબાલા અને સિરસા વિસ્તારમાં સેલજાની મજબૂત પકડ છે. આ વિસ્તારોમાં લોકસભાની 2 અને વિધાનસભાની 20 બેઠકો છે.

આ વખતે કોંગ્રેસે સેલજા જૂથને 9 ટિકિટ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે શેલજા નારાજ છે.

