Illegal Indians returning from the US: ડૉલર કમાવવાના ચક્કરમાં કે દેખાદેખીમાં ઘણાં ખોટા કામ કરવા માટે પ્રેરાઈ જતા હોય છે. આ રીતે અમેરિકા એકનકેન પ્રકારે ગયેલા લોકો પર હવે ગાળિયો કસાઈ રહ્યો છે. આ દિશામાં અમેરિકા દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. અમેરિકા ફરી પોતાના ત્યાંથી ઈલીગલ ઈમિગ્રન્ટને ભારત મોકલવા માટેનો તખ્તો ઘડી રહ્યું છે, જેમાં એવા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે બીજુ એક યુએસ આર્મીનું કાર્ગો પ્લેન ભારતીયોને લઈને અમૃતસર આવી પહોંચશે. આ પ્લેન નજીકના કલાકોમાં ભારત પહોંચે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ચાલુ મહિનાની શરુઆતમાં અમેરિકાનું પ્લેન 104 ભારતીયોને લઈને અમૃતસર પહોંચ્યું હતું. પરંતુ આ વખતે જે ઈલીગલ ઈમિગ્રેન્ટ્સને લાવવાના છે તેમનો આંકડો મોટો હશે. આ આંકડો 200ને પાર જવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. જેમાં કોણ છે તેનો આંકડો આગામી સમયમાં રજુ કરવામાં આવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે જ જે વાયદા કર્યા હતા તે પ્રમાણેનું કામ શરુ કરી દીધું છે, જેમાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સ, ટેરીફ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
અમેરિકાનું C-17 પ્લેન ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં આવ્યા બાદ ચાલુ મહિનાના મધ્યમાં બીજુ એક કાર્ગો પ્લેન ભારતીયને લઈને અમૃતસરમાં લેન્ડ થવાનું છે. મળતી વિગતો પ્રમાણે ભારતીય પ્લેન 205 ભારતીયોને લઈને ભારત આવી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ 7,25,000 કરતા વધુ ભારતીયો અમેરિકામાંગેરકાયદે રહેતા હોવાનો આંકડો છે અને જે અમેરિકામાં ગેરકાયદે રહેતા સૌથી મોટા સમુદાયોમાંથી એક કહેવાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટું ડિપોર્ટેશન કરવામાં આવશે અને તેની શરુઆત અમેરિકા દ્વારા કરી દેવામાં આવી છે. અમેરિકાથી 105 ભારતીયોને સાંકળ બાંધીને મિલિટરી પ્લેનમાં બેસાડીને ભારત મોકલવામાં આવ્યા હતા. જેનો ભારતમાં વિરોધ થયો હતો ત્યારે હવે આવનારા ભારતીયોને કઈ રીતે લાવવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર છે અને બન્ને દેશોના સંબંધો અને વેપાર વધુ સુદ્રઢ અને મજબૂત બને તે દિશામાં વાતચીત કરવામાં આવી છે, ત્યારે બન્ને દેશો વચ્ચે ઈમિગ્રેશન પણ એક મહત્વનો મુદ્દો છે. જેમાં સ્ટડી વિઝા, વર્ક વિઝા, H1 B વિઝા સહિતનો સમાવેશ થાય છે.
અમેરિકાએ આ વખતે પહેલીવાર ઈલીગલ ઈમિગ્રન્ટ્સને તેમના દેશમાં પરત મોકલવા માટે કોમર્શિયલ ફ્લાઈટ કે ચાર્ટર્ડ પ્લેનના બદલે મિલિટરી પ્લેનનો ઉપયોગ કર્યો છે. અમેરિકા ગેરકાયદે ઘૂસેલા લોકોને એલિયન, ગુનેગાર વગેરે કહી ચૂક્યું છે અને તે જ કારણથી આ પ્લેન દ્વારા તેમને પરત મોકલને એક મેસેજ આપવા માગે છે.
