Indian Constitution History: કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે બંધારણ નિર્માણની યાત્રાના એક મહત્વના પડાવનો ઉલ્લેખ કરતા શનિવારે કહ્યું કે, બરાબર ૭૬ વર્ષ પહેલા બંધારણ સભાના ૨૬૪ સભ્યોએ ભારતના બંધારણ પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કર્યા હતા. રમેશે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે આ તમામ સભ્યોએ એકસાથે તસવીર પણ ખેંચાવી હતી.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘‘આજથી ૭૬ વર્ષ પહેલા, બંધારણ સભાના ૨૬૪ સભ્યોએ ભારતીય બંધારણ પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કર્યા હતા, જેને તેઓએ પહેલા જ ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ અપનાવી લીધું હતું. તેઓએ તેની ત્રણ નકલો પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાંથી બે અંગ્રેજી અને એક હિન્દીમાં હસ્તલિખિત હતી અને તેમાં શાંતિનિકેતનના તે કલાકારો દ્વારા બનાવવામાં આવેલા ૨૨ ચિત્રકામ સામેલ હતા, જેમનું નેતૃત્વ સ્વયં નંદલાલ બોઝે કર્યું હતું.’’ તેમણે જણાવ્યું કે અંગ્રેજીમાં સુંદર કેલિગ્રાફી પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ કરી હતી જ્યારે હિન્દીમાં આ કાર્ય વસંત કે. વૈદ્યએ કર્યું હતું.
आज से 76 वर्ष पहले, संविधान सभा के 264 सदस्यों ने भारतीय संविधान पर औपचारिक रूप से अपने हस्ताक्षर किए, जिसे वे पहले ही 26 नवंबर 1949 को अपना चुके थे। उन्होंने इसकी तीन प्रतियों पर हस्ताक्षर किए-जिनमें से दो अंग्रेज़ी और एक हिंदी में हस्तलिखित थीं, और उनमें शांतिनिकेतन के कलाकारों… pic.twitter.com/kj3ZxJRett
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 24, 2026
પ્રાણીસંગ્રહાલયમાં સિંહોનો કરવામાં આવ્યો હતો અભ્યાસ
રમેશે કહ્યું, ‘આ હસ્તલિખિત નકલોના પહેલા પાના પર રાષ્ટ્રીય પ્રતીક અંકિત હતું, જેને દીનાનાથ ભાર્ગવે ડિઝાઇન કર્યું હતું. નંદલાલ બોઝના આગ્રહ પર તેમણે થોડા મહિનાઓ સુધી કોલકાતાના પ્રાણીસંગ્રહાલયમાં જઈને સિંહોનો અભ્યાસ કર્યો હતો, જેથી પ્રતીકમાં બનેલા સિંહ બિલકુલ અસલી સિંહ જેવા દેખાય.’
સભ્યોએ એકસાથે ખેંચાવી હતી તસવીર
તેમણે કહ્યું કે ઓગસ્ટ ૧૯૫૪માં સ્થાપિત લલિત કલા અકાદમીએ આ ચિત્રિત બંધારણને ‘એક મૌલિક કલા ગ્રંથ’ ગણાવ્યું, જે ભારતના બહુસ્તરીય ઇતિહાસને દર્શાવે છે અને ‘વિવિધતામાં એકતા’ના સૂત્રોની ઉજવણી કરે છે. તેમણે કહ્યું, ‘‘તે જ દિવસે સભ્યોએ એકસાથે બેસીને સામૂહિક ફોટો ખેંચાવ્યો હતો-જે સમયથી પર, એક ઐતિહાસિક સ્મૃતિ બની ગઈ.’

