મુડા કૌભાંડમાં સિદ્ધારમૈયા સામે કોઈ સીધો કેસ નોંધાયેલો નથી. લોકાયુક્ત આ મામલે તપાસ કરી રહ્યા છે. ટીવી-9 કન્નડ અનુસાર, લોકાયુક્ત ટૂંક સમયમાં આ મામલે એફઆઈઆર નોંધી શકે છે.
રિપોર્ટ અનુસાર, સિદ્ધારમૈયાને કેસમાં આરોપી નંબર-1 બનાવવામાં આવી શકે છે. જોકે, આ મામલે રાજ્યપાલને તપાસ માટે અરજી કરનારા અરજદારોનું કહેવું છે કે લોકાયુક્ત યોગ્ય રીતે તપાસ કરી રહ્યા નથી.


